નવ દિવસ માતાજીની પૂજા અર્ચના બાદ નર્મદા નદીમાં માતાજીને વિદાય અપાઈ
ભરૂચ : આસો નવરાત્રી ના નવ દિવસ માં જગદંબા ની આરાધના કરવા માટે માતાજી ની સ્થાપના કરવામાં આવી હતી જે નવ દિવસ માતાજી ની પૂજા,અર્ચના અને આરાધના કર્યા બાદ વિજ્યા દશમી ના દિવસે માતાજી ને નર્મદા નદી માં વિસર્જન કરી આસો નવરાત્રી નું સમાપન કર્યું હતું.
ભારતીય સંસ્કૃતિ માં આસો નવરાત્રી નું ભારે માહાત્મ્ય રહેલું છે.આસો નવરાત્રી ને નવ દિવસ ભક્તો માતાજી ની ભક્તિ માં લીન બની જતા હોય છે.આસો નવરાત્રી ના પ્રથમ દિવસે માતાજી ની વિધિવંત સ્થાપના કરી પૂજા અર્ચના કરી નવ દિવસ માં જગદંબા ની ભક્તિ માટે ગરબાઓ નું આયોજન કરી માં જગદંબા ને રીઝવવાનો પ્રયાસ ભક્તો કરતાં હોય છે.
નવ દિવસ ભક્તિભાવ પૂર્વક માતાજી ની પૂજા અર્ચના કર્યા બાદ વિજ્યા દશમી ના દિવસે માતાજી ની ઢોલ નગારા,ડીજે ના સથવારે તથા અબીલ ગુલાલ ની છોડ વચ્ચે માતાજી ને ભક્તિભાવ પૂર્વક વિદાય આપવામાં આવે છે.જે વિજ્યા દશમી ની સવાર ના નર્મદા નદી ના જળ માં વિસર્જન કરી આસો નવરાત્રી નું સમાપન કર્યું હતું.*