નવ નિયુક્ત વિજયનગર બીટ ઈન્ચાર્જનું સન્માન કરાયું
(તસ્વીર ઃ જીત ત્રિવેદી, ભિલોડા) વિજયનગર તાલુકા પ્રાથમીક શિક્ષક શરાફી મંડળી લી. ધ્વારા નવ નિયુંક્ત વિજયનગર બીટ ઈન્ચાર્જનું સન્માન કરાયું હતું.નવ નિયંુક્ત વિજયનગર બીટ ઈન્ચાર્જ કાળુભાઈ પટેલનું સન્માન ધી વિજયનગર તાલુકા પ્રાથમીક શિક્ષક શરાફી મંડળી લી. ચેરમેન પોપટલાલ ગામેતી,આંતરસુંબા બીટ ઈન્ચાર્જ અશોકભાઈ ડામોરનું સન્માન વા.ચેરમેન લાલજીભાઈ ડાભીએ કર્યું હતું.
સંઘના પુર્વ મંત્રી,મંડળીના આંતરીક ઓડીટર કે.બી.પંચાલ,બી.પી.ડાભી,પુર્વ ચેરમેન મનોજભાઈ ગામેતી, કારોબારી સભ્ય જયેશભાઈ પટેલ,કાંતીલાલ અસારી,નરેશભાઈ અસારી,સેક્રેટરી દલજીભાઈ સોલંકી,મંડળી કર્મચારી ધીરેનકુમાર પંચાલ,દિનેશભાઈ કટારાએ શુભેચ્છાઓ આપી હતી.ઈન્ચાર્જ બીટ મંત્રી ધ્વારા વિજયનગર તાલુકાનું નામ શિક્ષણ જગતમાં આગળ વધે તેવા કાર્ય કરવાની ખાત્રી હતી.કોરોના કાળમાં અવસાન પામેલા શિક્ષકોને ભાવભીીની શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.