નવ રચિત અરવલ્લી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘની પ્રથમ બેઠક મળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/30-5-1024x486.jpg)
મોડાસા: નવ રચિત અરવલ્લી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ લી.ની વ્યવસ્થાપક કમિટીની પ્રથમ બેઠક સંઘના ડિરેકટર રણવીસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળાજીના પાવન સાન્નિધ્યે યોજાઇ હતી.
આ બેઠકમાં સંઘના પ્રમુખ તરીકે સાબરડેરીના ચેરમેન શામળભાઈ બાલાભાઈ પટેલ(બાયડ) અને ઉપપ્રમુખ તરીકે સાબરકાંઠા બેંકના વા.ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી(ભિલોડા)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આ પ્રથમ બેઠકમાં સંઘના અન્ય પ્રતિનિધિઓમાં શામળભાઈ એમ.પટેલ(મોડાસા),ભીખુસિંહ સી.પરમાર(મોડાસા)
,બાબુભાઇ એમ.પટેલ(બાયડ),સુભાષભાઈ એન.પટેલ(બાયડ),શ્રી જગદીશભાઈ શામજીભાઈ પટેલ(ધનસુરા),.મહેશભાઈ ડી.પટેલ(ધનસુરા) અને ભરતભાઇ વી.પટેલ(મોડાસા) ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંઘના વિકાસ અને આગામી યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.