નવ વર્ષની બાળકી સાથે ગેરેજવાળાએ અડપલા કર્યા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં અવારનવાર મહિલાઓની છેડતી તથા બળાત્કાર જેવા કિસ્સા સામે આવે છે. ત્યારે વધુ એક આવી ઘટના શહેરના વાડજ વિસ્તારમાં બનતા અરેરાટી ફેલાઈ છે. વાડજ વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાયકલ લઈને તેના માતા-પિતાની દુકાન પાસેથી પસાર થતી હતી.
ત્યારે ગેરેજવાળા એક વ્યક્તિએ તેને બોલાવી તેના શરીરે અડપલા કર્યા હતા. ગભરાઇ ગયેલી બાળકીને અન્ય લોકો જાેઈ જતા ગેરેજ વાળા ને લોકોએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો હતો. જુના વાડજમાં રહેતા ૩૫ વર્ષીય મહિલા તેમના પતિ સાથે પેપર પસ્તી ની દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓને સંતાનમાં પાંચ બાળકો છે જેમાં એક નવ વર્ષની બાળકી ધોરણ-૩માં અભ્યાસ કરે છે. અને તેના માતા-પિતાની સાથે દુકાને બેસે છે. આ મહિલા તેના પતિ તથા દીકરી સાથે દુકાન ઉપર ગયા હતા અને બાદમાં દુકાન ખોલી વેપાર ધંધો કરતા હતા.
ત્યારે તેમની ૯ વર્ષની દીકરી સાયકલ લઈને આમતેમ આંટા મારતી હતી અને બપોરના સુમારે જ ત્યાં સોસાયટીમાં રહેતા એક મહિલા તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તેમની દીકરી ને ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર સાયકલ ઉપર બેસાડી ગેરેજવાળા ભાઈ અડપલા કરતા હતા. આ મહિલાએ બૂમાબૂમ કરતા બ્લોકના માણસોએ તે વ્યક્તિને પકડી પાડયો હતો.
જેથી બાળકીની માતા ત્યાં ગઈ હતી અને ગેરેજ વાળા ભાઈને જાેઈ પોતાની બાળકી રડતી હોવાથી તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તે સાયકલ ચલાવતી હતી તે વખતે ગેરેજ વાળા કાકા એ સીડી નીચે બોલાવી હતી અને બાળકી જ્યારે અંદર ગઈ ત્યારે ગેરેજ વાળા કાકા એ તેના કપડા ઉતારી શરીર ઉપર અલગ અલગ ભાગે હાથ ફેરવ્યો હતો. જેથી આ તમામ લોકો એ ભેગા થઈને પોલીસને જાણ કરતા વાડજ પોલીસે આરોપી મોતી કનોજીયા નામના આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.