Western Times News

Gujarati News

નવ વર્ષ બાદ હવે ચંદ્રની સ્થિતિમાં ફેરફાર થશે

Files Photo

હ્યુસ્ટન: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના નવા સ્ટડી મુજબ ચંદ્ર હંમેશાથી સમુદ્રના મોજા પર અસર કરતો હોય છે અને ચંદ્ર પોતાની કક્ષામાં જરા પણ ફેરફાર કરે તો ધરતીના અનેક કાંઠા વિસ્તારોમાં પૂરનું જાેખમ તોળાવવા લાગે છે. નાસાનો આ સ્ટડી ગત મહિને નેચર ક્લાઈમેટ ચેન્જમાં પ્રકાશિત થયો છે.

નાસાના સ્ટડી મુજબ ચંદ્રનું ખેચાણ અને દબાણ વર્ષોવર્ષ સંતુલન જાળવી રાખે છે પરંતુ ૧૮.૬ વર્ષમાં તે પોતાની જગ્યામાં મામૂલી ફેરફાર કરે છે. આ દરમિયાન અડધો સમય ચંદ્ર ધરતીની લહેરોને દબાવે છે, પરંતુ અડધો સમય આ લહેરોને તેજ કરી દે છે અને તેમની ઊંચાઈ વધારી દે છે જે ખતરનાક છે.

નાસાએ જણાવ્યું કે ચંદ્રના ૧૮.૬ વર્ષના ચક્રનો અડધો હિસ્સો શરૂ થવાનો છે જે ધરતીની લહેરોને તેજ કરશે. આગામી ૯ વર્ષમાં એટલે કે ૨૦૩૦ સુધીમાં વૈશ્વિક સમુદ્રી જળસ્તર ખુબ વધી ચૂક્યું હશે અને તેના કારણે દુનિયાના અનેક દેશોમાં કાંઠા વિસ્તારોમાં પૂર આવી શકે છે. નેશનલ ઓશિએનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાં મુજબ વર્ષ ૧૮૮૦થી અત્યાર સુધીમાં સમુદ્રી જળસ્તર ૮થી ૯ ઈંચ સુધી વધી ચૂક્યું છે

તેમાંથી એક તૃતિયાંશ એટલે કે લગભગ ૩ ઈંચ વધારો તો છેલ્લા ૨૫ વર્ષમાં થયો છે. રિપોર્ટ મુજબ વર્ષ ૨૧૦૦ સુધીમાં સમુદ્રી જળસ્તર ૧૨ ઈંચથી ૮.૨ ઈંચ સુધી વધી શકે છે અને તે દુનિયા માટે ખુબ જાેખમી હશે. નાસાના સ્ટડી મુજબ દર વખતે ચંદ્રની સ્થિતિ બદલાવવી જાેખમી હશે અને કાંઠા વિસ્તારોમાં આવતા ન્યૂસન્સ ફ્લડની સંખ્યા પણ વધતી જશે. તેનાથી બચવા માટે દુનિયાભરની સરકારોએ યોજના તૈયાર કરવી પડશે અને ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું કરવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.