નશાબંધી વિભાગના એક જ પાસ પરમિટને આધારે થતી લાખો ટન મોલાસિસની હેરફેર

(એજન્સી) ગાંધીનગર, નશાબંધી આબકારી વિભાગમાં બનાસકાંઠા અને કચ્છમાં એક જ પાસ પરમિટને આધારે લાખો ટન મોલાસિસની હેરફેરનું કૌભાંડ પકડાયુ છે જેના કારણે ગુજરાત સરકારને મળતી ર૭ ટકા જીએસટી અને નશાબંધી આબકારી વિભાગની આવકોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આથી, નાણા અને ગૃહ એમ બંને વિભાગોએ તપાસના આદેશો આપ્યા છે.
ગુજરાતમાં નવસાર અને મોલાસિસ ઉપર સંપૂર્ણ કંટ્રોલ ગૃહ વિભાગ હેઠળના નશાબંધી અને આબકારી નિયામકની કચેરીને આધિન છે. તેના પરિવહન દરમિયાન આ વિભાગના કોન્સ્ટેબલને ટેન્કરની સાથે જ ડ્યુટી સોંપવામાં આવે છે.
એમ છતાંયે પાલનપુરથી અમિરગઢ ચેકપોસ્ટ પરથી હજારો ટેન્કરો એક જ પાસ પરમિટ ઉપર કંડલા પહોંચ્યાનો રિપોર્ટ ગૃહ વિભાગને થયો છે. ભૂજના નશાબંધી અધિક્ષકની કચેરીમાંથી ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણાથી વાયા અમિરગઢ ચેક પોસ્ટથી કંડલા બંદરે એક્ષપોર્ટ કરતી બે કંપનીને એક ટેન્કરની ક્ષમતા રપથી ૩પ ટન હોવા છતાંયે એક જ ઘાસમાં રર,૦૦૦થી પપ,૦૦૦ મે.ટન મોલાસિસ પરિવહનની પરમિટ અપાઈ છે.
જેની સામે અમિરગઢ ચેક પોસ્ટના ઈન્સ્પેકટરે આંખ આડા કાન કરીને યથાવત રાખતા વિજિલન્સની તપાસમાં આ આખુય કૌભાંડ બહાર આવ્યું છે. મોલાસિસ અર્થાત ગોળની રસી કે જેનો ઉપયોગ ઈથેનોલ, દેશીદારૂ ગાળવાની ભટ્ટી, પશુ આહારની ઉત્પાદન તેમજ ફાઉન્ડ્રી ઉદ્યોગમાં થાય છે.
દેશી દારૂની ભઠ્ઠીમાં થઈ રહ્યો છે. પોલીસ દ્વારા આવી ભઠ્ઠીઓ ઉપર થતી રેડ કાર્યવાહીમાં દારૂના ઉત્પાદન માટે મોલાસિસ ક્યાંથી આવે છે તેની કોઈ જ તપાસ જ થતી નથી.