નશામાં ધૂત પોલીસકર્મીએ મહિલાની સાથે છેડતી કરી
ભિવાની, હરિયાણાના ભિવાની જિલ્લામાં એક પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જિલ્લાના બીચલા બજારનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યાં બાઇક પર સવાર થઈને હરીયાણા પોલીસનો એક જવાન પહોંચે છે. આ પોલીસકર્મી દારૂના નશામાં ધૂત હતો. જેવો તે બાઇકને સાઇડમાં પાર્ક કરવા લાગે છે તો તે પડી જાય છે. આસપાસના લોકો તેની મદદ કરવા આગળ આવે છે અને બાઇકને સાઇડ પર પાર્ક કરી દે છે. પરંતુ ત્યારબાદ નશામાં ધૂત આ પોલીસકર્મી ગેરવર્તણૂંક પર ઉતરી આવે છે. પોલીસકર્મી સામેથી રિક્ષામાં બેસીને જઈ રહેલી મહિલા સાથે છેડતી શરૂ કરી દે છે. મહિલાની સાથે એક બાળકી પણ રિક્ષામાં બેઠેલી હતી. રિક્ષા ચાલક રિક્ષાને રોકતો નથી અને ત્યાંથી પસાર થઈ જાય છે.
બીજી તરફ દારૂના નશામાં ધૂત પોલીસકર્મી રસ્તા પર ફરતો રહે છે. બીજી તરફ, ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસના જવાનની આ હરકતનો વીડિયો બનાવી દીધો, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે હેલ્મેટ અને જેકેટ પહેરેલો પોલીસકર્મી નશામાં એટલો ધૂત છે કે સાઇકનું સ્ટેન્ડ પણ ચડાવી શકતો નથી. બીજા લોકો તેને મદદ કરે છે. આ બધા વચ્ચે સાંકડા બજારમાંથી પસાર થતી રિક્ષામાં બેઠેલી મહિલા સાથે તે ખરાબ વર્તન કરવા લાગે છે. રિક્ષા ચાલક સમય સૂચકતા રાખીને રિક્ષા ઝડપથી લઈ જાય છે.
મળતી માહિતી મુજબ, આ પોલીસકર્મી ગુરૂગ્રામમાં ડ્યૂટી પર કાર્યરત છે અને ભિવાનીનો રહેવાસી છે. જે ભિવાની આવતી વખતે બજારમાં નશામાં ધૂત હતો. ભિવાની પોલીસે તેની સામે કેસ નોંધી દીધો છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.SSS