Western Times News

Gujarati News

નશીલા પદાર્થના 61 લાખના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ના ખાસ પોલીસ કમિશનર અજયકુમાર તોમર, નાયબ પોલીસ કમિશનર દીપન ભદ્રન  તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનરશ્રી રાજદીપસિંહ ઝાલા સાહેબનાઓની પ્રતિબંધિત માદક પદાર્થોની તસ્કરી કરતા ઇસમોને ઝડપી પાડી ગુજરાતમા પ્રતિબંધીત માદક પદાર્થોની હેરાફેરી અટકાવી આ પ્રવુતી નેસ્તનાબુદ કરવા આપેલ સુચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી.વી.ગોહીલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.જી.ચૌધરી તથા પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.બી.બારડનાઓ તથા ટેક.પો.સબ.ઇન્સ.શ્રી કે.પી.પટેલ તથા સ્ટાફના માણસો આવા ગુન્હા કરતા આરોપીઓ શોધી કાઢવા કાર્યરત હતા.

દરમ્યાન પો.સ.ઇ.શ્રી .આઇ.એ.ઘાસુરાને મળેલ બાતમી હકિકત “આધારે તા.૧૬/૧૧/૨૦૧૯ ના રોજ ઉપરોકત ટીંમ ‘દ્વારા અમદાવાદ શહેર કાલુપુર મૌતીમહેલ હોટલ પાસે એ.એમ.ટી.એસ.બસ સ્ટોપ બસ પાસે જાહેરમાંથી આરોપીઓ (૧) રમેશ દિપચંદ રાઠોડ ઉ.વ.૪૯ રહે, મુંબઇ મહારાષ્ટ્ર (૨) અઝરૂદીન અઝહર સાહબુદીન શેખ ઉ.વ.૩૨ રહે, પટવા શેરી, કારંજ, અમદાવાદ (૩) અરબાઝ બાબુભાઇ કુરેશી ઉ.વ.૨૦ રહે, સલાપસ રોડ, કારંજ અમદાવાદનાઓની ધરપકડ કરી તેમની પાસેના (૧) વગર પાસ પરમીટ અને ગેરકાયદેસરનો નશીલા પદાર્થે મેફેડ્રોનનો જથ્થો વજન 3૩૦૫ ગ્રામ કિંમત રૂ.૩૦,૫૦,૦૦0/ (ર) : વગર પાસ પરમીટ અને ગેરકાયદેસરનો કોકીનનો જથ્થો વજન ૫૧ ગ્રામ કિ રુ ૩૦,૬૦,૦00૦/ (૩) રોકડ રૂ.૩,૫૩,૬૫૦/ તેમજ બીજી મત્તા મળી કુલ્લે કિ રુ ૬૫,૨૭,૧૫૦/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામા આવેલ છે.

ધરપકડ કરેલ આરોપીઓ પૈકી આરોપી રમેશ દિપચંદ રાઠોડ જે છેલ્લા ર૫ વર્ષથી  રંલ્વે વિભાગમાં” કોન્ટ્રાકટ હેઠળ ચાલતા કેટરીંગના ધંધામાં વેઇટર તરીકે નોકરી કરેછે,.જે ઇસમ મુંબઇના ડ્રગ્સ ડીલરોના સંપર્કમાં હોઇ જેથી મુંબઇ થી અમદાવાદ સુંધી પોતાની દરરોજ ઉપડતી શતાબ્દી ટ્રેન ની ફરજ દરમ્યાન નશીલા પદર્થોની હેરાફેરી કરેલ છે. અને તા.૧૬/૧૧/૧૯ ના રોજ
મુંબઇ થી શતાબ્દી એક્સપ્રેસમાં ઉપરની વિગતનો નશીલા પદાર્થેનો જથ્થો અમદાવાદ ખાંતે લઇ આવેલ. હતો.

આ નશીલા પદાર્થનો જથ્થો અમદાવાદ ખાતે સલાપસરોડ ઉપર રહેતા ફીરોજ જ સોર સ/ઓ મોહમંદ હનીફ શેખ તથા તેની પત્નિ અંજુમને પહોંચતો કરવાનો હોઇ જેથી તેઓની સુચના અનુસાર આરોપીઓ અઝરૂદીન ઉ અઝહર સ/ઓ સાહબુદીન શેખ તથા અરબાઝ બાબુભાઇ, .કુરેશી નાઓ સુઝુકી એક્સેસ ઉ. -01–0/-8658 તથા રોકડા રૂપિયા ૩,૪૦,૦૦૦,/ લઇ નશીલાં ડ્રગ્સ ડરફેડ્રોન તથા કોકીન ની ડીલીવરી લેવા કાલુપુર મોતીમહેલ હોટલની’-બાજુમાં સ્ટેન્ડ પાસે ગયા હતા.

રમેશ દિપચંદ રાઠૉડનો કાલુપુર રલ્વે સ્ટેશનથી બહાર આવી નશીલા  પદાર્થની ડીલીવરી કરતાં પોલીસો નશીલા પદાર્થ તથા રોકડા રે.૩,૪૦,૦૦૦/ તેમજ બીજી મતા . મળી કુલ રૂ.૬૭,૨૭,૧૫૦/ ની મત્તા સાથે ઉપરોકત ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ છે ‘ આ કામે નશીલા પદાર્થેનો જથ્થો મંગાવનાર ફીરોજ  મોહમંદહનીફ શેખ તથા તે ની પત્નિ અંજુમ ના ઘરે ઝડતી તપાસ કરતાં તેના ઘરમાંથી રોકડા રૂ.૩,૦૪,૦૦૦/ મળી આવતાં તે પણ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. હાલ આ ગુન્હાની વધુ તપાસ અમદાવાદ કાાઇમ બ્રાન્ચ ચલાવી રહેલ છે અને આ નશીલા પદાર્થ મોકલી ખાપનાર તથા મંગાવનારને ઝબ્બે કરવા વધુ ‘ તપાસ જારી છે.

ગુન્હાહિત ઇતિહાસ
આ કામે નહી પકડાયેલ આરોપી ફીરોજ મોહંમદ હનીફ શેખનો અગાઉ ગેરકાયદેસરના હથિયાર રાખવા બદલ તેમજ ચેઇન સ્નેચીંગના ગુન્હામાં કારંજ પોલીસ સ્ટેશનમાં ‘ પકડાયેલ છે તેમજ વ્હીકલ ચોરી ના ગુન્હામાં દરીયાપુર, કાલુપુર તથા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.