નસબંધી બાદ બીજી પત્નીને બાળક થતા પતિ દ્વારા હત્યા
બક્સર: પતિ પત્ની અને વોના કિસ્સાઓ સામાન્ય રીતે બનતા રહે છે. અને અનેક કિસ્સોમાં પતિ કે પત્નીનો ભાંડો પણ ફૂટતો રહે છે. જાેકે બિહારમાં એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પહેલી પત્નીના મોત બાદ પતિએ બીજા લગ્ન કર્યા હતા. જાેકે, પહેલી પત્નીથી યુવકને બાળકો હતો એટલે તેણે નસબંધી કરાવી લીધી હતી. જાેકે થોડા દિવસ બાદ પત્ની ગર્ભવતી થઈ ગઈ હતી. આ જાણીને પતિ અંદરો અંદેર ગુંગળાતો હતો.
પતિના આ બીજા લગ્ન હતા અને પત્નીના પણ તેની સાથે બીજા લગ્ન હતા. થોડા દિવસ બાદ પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. નસબંધીના પગલે યુવક પત્ની ઉપર બેવફાઈની શંકા રાખીને એક દિવસ તેણે પત્નીને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું હતું. પતિએ પોતાની પત્નીને બેરહેમીથી હત્યા કરી દીધી હતી. આ આખો કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો છે.
આ ઘટના બિહાર રાજ્યના બક્સર જિલ્લાના હરપુરા જયપુર પંચાયતના ગોપાલપુર ગામનો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ૩૫ વર્ષીય મૃતક મહિલા ઉષા દેવી વૃજનન્દન યાદની બીજી પત્ની હતી. જેના લગ્ન બે વર્ષ પહેલી પત્નીના મોત બાદ થયા હતા. બીજી તરફ મૃતક મહિલાના પણ આ બીજા લગ્ન હતા. પહેલી પત્નીથી વૃજનન્દન યાદવને ૨ પુત્રીઓ અને ૧ પુત્ર હતો. બીજી પત્નીથી પણ બે મહિનાની દૂધપીતી બાળકી છે. દૂધપીતી બાળકી આ ઘટનાનું કારણ માનવામાં આવે છે.
પહેલી પત્નીથી બાળકો પેદા થયા બાદ બૃજનન્દન યાદવે નસબંધી કરાવી દીધી હતી. જેના કારણે તે બાળક પેદા કરવામાં સક્ષમ ન્હોતો. પતિએ નસબંધી કરી હોવા છતાં પણ બીજી પત્ની ગર્ભવતી બન્યા બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. જે મહિલાના મોતનું કારણ બની ગઈ હતી. પત્ની બેવફા હોવાના કારણે પતિએ તેની ર્નિમમ હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પતિની ધરપકડ કરી હતી.