નહેરૂનગર નજીક તસ્કરો ત્રાટક્યા
બે દુકાનના તાળાં તોડી બે લાખનાં મુદ્દામાલની ચોરી |
(પ્રતિનિધિ) અમદાવાદ : એલીસબ્રિજ પોલીસની હદમાં આવેલા નહેરુનગર નજીક એક કોમ્પલેક્ષમાં તસ્કરો ત્રાટક્યા હતા જયાં બે દુકાનના તાળાં તોડી તેમાંથી બેથી ત્રણ લેપટોપ સહીત આશરે બે લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.
તુષારભાઈ ભીખાભાઈ પટેલ ગઈકાલે સવારે નહેરુનગર નજીક શ્રીકુંજ એપાર્ટમેન્ટમાં આવેલી ચાવડા ફુટવેરની ઉપર આવેલી પોતાની ચીપ્સ એકસપ્રસની ઓફીસે પહોચ્યા ત્યારે શટરના તાળા તુટેલા હતા તેમણે તુરંત પોતાના પાર્ટનરને જાણ કરતાં ઓફીસમાંથી એક ચેકબુક તથા અન્ય લેપટોપ ગાયબ હતા ઉપરાંત અન્ય ડોકયુમેન્ટ અને ૪પ,૦૦૦ રોકડની પણ ચોરી થયેલી જણાઈ હતી
તસ્કરોએ દુકાનના સીસીટીવી પણ તોડી નાખ્યા હતા આ ઘટનાની જાણ થતા વાત વાયુવેગે પ્રસરી હતી. અને એ જ કોમ્પલેક્ષમાં અન્ય એક દુકાનમાં રર હજાર રોકડા તથા અન્ય મુદ્દાલની ચોરી થયેલી જણાતા પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.