નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાઓમાં “સેવાસેતુ” નો કાર્યક્રમ યોજાશે

રાજપીપલા, રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે
તેમજ વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ સેવાસેતુના માધ્યમથી પ્રાપ્ત થાય તે હેતુસર નાંદોદ તાલુકા માટે તા.૨૨ મી એપ્રિલ,૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે વાધેથા ગામની ગ્રામ પંચાયત ખાતે સેવાસેતુનો કાર્યક્રમ યોજાશે.
જેમાં વીરપોર, ધોરીવાવ, મોટા હેંડવા, નાના હેંડવા, રાણીપરા, પ્રતાપપરા, રામપરા, રીંગણી, વાધેથા, ચિત્રોલ, મયાસી, તરોપા, ઢોલાર, કણપોર, ઘાંટા, લોઢણ અને અકુવાડા ગામોના લોકો ઉક્ત સેવાસેતુનો લાભ લઇ શકશે. તેવી જ રીતે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડા પ્રાથમિક આરોગ્યકેન્દ્ર ખાતે સવારે ૯:૦૦ કલાકે તિલકવાડા, ગણસિંડા, હાફિસપુરા, ચુડેશ્વર, નલીયા, આલમપુરા, ટેકરા કામસોલી, કામસોલી, કંથરપુરા, રેંગણ, ઉચાદ, મરસણ, વિરપુર, વાસણ,
નવાપુરા (ઉંચાદ) અને ઘાણીખોડના ગામોના લોકો ઉક્ત સેવાસેતુનો લાભ લઇ શકશે. ગરૂડેશ્વર તાલુકા માટે મોટાઆંબા ગામની પ્રાથમિક શાળા ખાતે સવારે ૯:૦૦ કલાકે નવા વાધપુરા, ફુલવાડી, મોટાઆંબા, સમારીયા, સેંગપરા, ગંભીરપુરા, નાનાઝુંડા, સુરજવડ, જુનવદ, વેલછંડી અને કલીમકવાણા ગામોના લોકો ઉક્ત સેવાસેતુનો લાભ લઇ શકશે, તેમ નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર મામલતદારશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.