નાઇજીરિયાની ગેરકાયદેસર તેલ રિફાઇનરીમાં ધમાકો: 100 લોકોના મોતની આશંકા
વેપારીઓ નિયમોને નજરઅંદાજ કરવા-ટેક્સ બચાવવા માટે હંમેશા દૂર વિસ્તારમાં રિફાઇનરી લગાવે છે
અબુજા, દક્ષિણ-પૂર્વી નાઇજીરિયાની એક ગેરકાયદેસર તેલ રિફાઇનરમાં બ્લાસ્ટ થવાથી ૫૦થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
લાગોસ સ્થિત પંચ અખબારના મતે મૃતકોની સંખ્યા ૧૦૦ ઉપર જઇ શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટથી લાગેલી આગ આસપાસની સંપત્તિ સુધી ફેલાઇ ગઇ છે.
આઈમોના રાજ્ય સૂચના આયુક્ત ડેક્લાન એમેલુમ્બાએ જણાવ્યું કે શુક્રવારે રાતે આગ લાગવાથી ઝડપથી બે ગેરકાયદેસર ઇંધણ ભંડાર સુધી ફેલાઇ હતી. ધમાકાના કારણે મૃતકોની સટિક સંખ્યાની જાણ મેળવી રહ્યા છીએ.
ડેક્લાન એમેલુમ્બાએ કહ્યું કે આ ધમાકો જે રિફાઇનરી પાસે થયો તે ગેરકાયદેસર હતી. વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આઈમો સ્ટેટ પોલીસ કમાન્ડના પ્રવક્તાએ જણાવ્યું કે જે લોકો આ ઘટનામાં માર્યા ગયા છે તે બધા સંચાલક હતા. જે વ્યક્તિની આ રિફાઇનરી હતી તેને વોન્ટેડ જાહેર કરીને શોધ કરવામાં આવી રહી છે.
સમાચાર એજન્સી એપીના મતે નાઇજીરિયામાં ગેરકાયદેસર રિફાઇનરીઓની કોઇ નવી વાત નથી. નાઇજીરિયા આફ્રિકામાં કાચા તેલનો સૌથી મોટો ઉત્પાદક છે. જાેકે આ માટે રિફાઇનરી ઘણી ઓછી છે. તેના કારણે મોટાભાગે ગેસોલીન અને અન્ય ઇંધણ આયાત કરવામાં આવે છે.
ગેરકાયદેસર વેપારી આ વાતનો ફાયદો ઉઠાવે છે. આ વેપારીઓ નિયમોને નજરઅંદાજ કરવા અને ટેક્સ બચાવવા માટે હંમેશા દૂર વિસ્તારમાં રિફાઇનરી લગાવે છે.
જ્યાં પોલીસ અને અધિકારીઓની પહોંચ આસાન હોતી નથી. ગેરકાયદેસર રિફાઇનરીનો વેપાર નાઇજીરિયામાં કાચા તેલના ઉત્પાદનને મોટી ચોટ પહોંચાડે છે.