નાઇજીરિયાની સ્કૂલ પર બંદૂકધારીઓનો હુમલો : 400થી વધુ વિદ્યાર્થી ગુમ
અબુજા, નાઇજીરિયામાં એક સ્કૂલ પર ગનમેનની ટોળકી દ્વારા હુમલો કરાયો હતો, સ્કૂલ પર ત્રાટકેલી આ ટોળકીએ આતંક મચાવ્યો હતો. સરકારી સાયંસ સેકન્ડરી સ્કૂલ પર જ્યારે આ હુમલો થયો ત્યારે 800થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. જેને પગલે અફરા તફરી મચી ગઇ હતી અને અનેક વિદ્યાર્થીઓ ગુમ થઇ ગયા હોવાના અહેવાલો છે.
હુમલાખોરો અપહરણ કરશે તેવા ડરને પગલે વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા, જ્યારે પ્રશાસનને એવો પણ ડર છે કે કેટલાક વિદ્યાર્થીઓનું હુમલાખોરોએ અપહરણ પણ કર્યું હોઇ શકે છે. જ્યારે બીજી તરફ હુમલાખોરો સ્થળ પરથી નાસી છુટયા હતા, સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર આ હુમલો બેન્ડિટ તરીકે કુખ્યાત ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે જ પુરી સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓનું ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે, જેના થકી એ તપાસ કરાશે કે કેટલા વિદ્યાર્થીઓ હાલ ગુમ છે. કેટલાક વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા છે તો કેટલાકનું અપહરણ કરી લેવાયું હોવાની પણ ભીતિ છે. જોકે તપાસ બાદ જ ચીત્ર સ્પષ્ટ થાય તેવી સ્થિતિ છે.