નાઈજીરિયાઃ આતંકી સંગઠન બોકો હરામના સકંજામાંથી 300 ઉપરાંત બાળકોને છોડાવાયા
નાઈજિરીયા, નાઈજિરીયાના આતંકી સંગઠનના કબ્જામાંથી અપહરણ કરાયેલા 300 થી વધારે બાળકોને મુક્ત કરાવી લેવાયા હોવાના અહેવાલો મળ્યા છે.
આ બાળકોને છોડાવાયા હોવાની જાણકારી તો સરકારે આપી છે પણ આ માટે કોઈ સૈનિકો ઓપરેશન કરાયુ હતુ કે નહીં તે અંગે કશું કહ્યુ નથી.એવુ મનાઈ રહ્યુ છે કે, સરકારે કાંતો આતંકી સંગઠનને મોટી રકમ ચુકવી છે અથવા તો કોઈ મુદ્દે સમાધાન કર્યુ છે.
નાઈજીરિયાના સરકારી ટીવી એનટીએ પર જાહેરાત કરાઈ હતી કે, સ્કૂલના બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે અને જ્યાં આ ઘટના બની હતી તે કતસિના પ્રાંતની રાજધાની ખાતે બાળકોને મોકલવામાં આવી રહ્યા છે.બાળકોને તેમના પરિવાર પાસે મોકલતા પહેલા તેમની ડોકટરી તપાસ કરાશે.બીજી તરફ નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મહોમ્મ્દ બુહારીએ બાળકોના છુટકારા પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, બાળકોના પરિવાર તેમજ સરકારને અને આખા દેશને તેનાથી રાહ મળી છે.
બોકો હરામ પશ્ચિમ શિક્ષણ પધ્ધતિનો વિરોધ કરતુ સંગઠન છે.જેણે આ બાળકોનુ અપહરણ કરવાની જવાબદારી સ્વીકારી હતી.સંગઠને કહ્યુ હતુ કે, સ્કૂલોમાં ઈસ્લામિક પધ્ધતિ પ્રમાણે શિક્ષણ અપાઈ રહ્યુ નથી.