નાઈજીરિયામાં હુમલાખોરો ૧૧ લોકોનાં અપહરણ કર્યા
નવીદિલ્હી: નાઈજીરિયામાં બંદૂકધારીઓએ ઘાત લગાવીને જાેરદાર હુમલો કર્યો હતો. અંધાધુધ ફાયરિંગ કરાતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હુમલાખોરોએ ૧૧ લોકોનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાય ગયો છે.
નાઇજિરિયન પોલીસે કહ્યું કે અજાણ્યા બંદૂકધારી લોકોના જૂથે કદુના રાજ્યના એક શહેર પર હુમલો કર્યો અને ૧૧ લોકોનું અપહરણ કર્યું. કડુના પોલીસના પ્રવક્તા મોહમ્મદ જાલીગે એક નિવેદનમાં જણાવ્યું છે કે રવિવારે બંદૂકધારીઓએ કાજુરુ શહેર પર મોટી સંખ્યામાં હુમલો કર્યો હતો, એમ સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે.
તેઓએ છૂટાછવાયા ફાયરિંગ કર્યું અને શહેરના સ્થાનિક નેતાના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો અને ૮૫ વર્ષીય નેતા અને તેના પરિવારના ૧૦ સભ્યોનું અપહરણ કર્યું. જલિગે સ્થાનિક નિવાસીઓને શાંત રહેવા અને નિર્દોષ વ્યક્તિઓ પરના કોઈપણ સંભવિત હુમલાને રોકવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા સેવાઓને વિશ્વસનીય માહિતી પ્રદાન કરવા વિનંતી કરી.નાઇજિરીયાએ તાજેતરના મહિનાઓમાં દેશભરમાં બંદૂકધારીના અનેક હુમલાઓ જાેયા છે, જેના પરિણામે અનેક નાગરિકોની હત્યા અને અપહરણ કરવામાં આવ્યું છે.