નાઈઝિરીયામાં ડાકુઓ ૭૩ માસૂમ બાળકોનું અપહરણ કરી નાસી છૂટ્યા
નવીદિલ્હી, નાઈઝીરિયામાં ફરી એક વાર બંદૂકધારીઓનો આતંક જાેવા મળ્યો છે. દેશના ઉત્તર પશ્ચિમમાં એક હાઈસ્કૂલમાં હુમલો કરીને બંદૂકધારીઓએ બુધવારે ૭૩ વિદ્યાર્થીઓનું અપહરણ કરી લીધુ હતું. બાળકોને ટાર્ગેટ કરતા સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે.
હથિયારબંધ જૂથોને અહીં ડાકૂઓ તરીકે ઓળખવામાં આવે છે. જે ખંડણી માટે બાળકોનું અપહરણ કરી લેતા હોય છે. મધ્ય અને ઉત્તર પશ્ચિમ નાઈઝિરીયામાં અપહરણના કેસોમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં એક હજારથી વધારે બાળકોનું અપહરણ થઈ ચુક્યુ છે. જેમાંથી મોટા ભાગના બાળકોને છોડી મુકવામાં આવ્યા છે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યુિ હતું કે, જામફારા રાજ્યના મારાદુન વિસ્તારમાં આવેલી એક સેકેન્ડરી હાઈસ્કૂલમાં બંદૂકધારી ઘુસી આવ્યા અને ૭૩ બાળકોનું અપહરણ કરી લીધુ હતું. પોલીસ પ્રવક્તા મોહમ્મદ શેહુએ કહ્યુ હતું કે, મોટી સંખ્યામાં હથિયારબંધ ડાકુઓએ શાળામાં ઘૂસીને બાળકોના અપહરણ કરી લીધા હતા.
તેમણે કહ્યુ કે, પોલીસ બચાવ ટીન સેનાની સાથે બાળકોને શોધવાનું કામ કરી રહી છે. રાજ્યના માહિતી ખાતાના નિર્દેશક ઈબ્રાહિમ ડોસારાએ કહ્યુ કે, જામફારા રાજ્યના અધિકારીઓએ રાતના સમયમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને સેકેન્ડરી સ્કૂલને હંગામી ધોરણ બંધ કરી દેવામાં આવી છે.
જામફારા ઉત્તર પશ્ચિમના ચાર રાજ્યોએ ડાકુઓની ગતિવિધિ પર લગામ કસવા માટે પ્રતિબંધ લગાવી દીધા છે.તેમાં મોટરબાઈક વાહવાર સિમિત કરવો, ઈંધણની ખરીદી પર પ્રતિબંધ લગાવો. પશું બજાર બંધ કરી દેવી. કેમ કે અપહરણ કરતી ટોળીઓ મોટા ભાગે મોટરસાઈકલ પર આવે છે. આ ગુનેગારો એક રાજ્યમાં હુમલો કર્યા બાદ બીજા રાજ્યમાં નાસી છૂટે છે. આ વર્ષે ડાકુઓએ શાળાને ટાર્ગેટ કરી છે.HS