Western Times News

Gujarati News

નાઈટ કરફ્યૂમાં જેની પાસે સ્ટીકર હશે તે બહાર નીકળશે

Files photo

અમદાવાદ: કોરોનાના કેસોની રોકેટ ગતિથી અમદાવાદમાં ચુસ્ત નિયમો લગાવવામાં આવી રહ્યાં છે. લોકડાઉન નહિ, પણ લોકડાઉન જેવા જ કડક નિયમો લગાવવામાં આવી રહ્યાં છે. અને લોકોને તેનુ ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં નાઈટ કરફ્યુનું ચુસ્ત પાલન કરાવવા અને આવશ્યક સેવાને મુશ્કેલી પડે નહિ તે માટે શહેર પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ કરફ્યૂના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. જેથી હવે નાઈટ કરફ્યૂમાં કારણ વગર હેરાફેરી કરી નહિ શકાય.

નાઈટ કરફ્યૂમાં આવશ્યક સેવા ધરાવનાર તમામ વાહનો પર સ્ટીકર લગાવવા આવશે. અલગ અલગ પ્રકારની સેવા આપતા લોકોને અલગ અલગ કલરના સ્ટીકર આપવામાં આવશે. કલરના સ્ટીકર પરથી પોલીસ સરળતાથી સર્વિસ આપનારા અને સર્વિસ ન આપનારા લોકોની ઓળખ કરી શકશે. મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન અને દવા લઈ જતા વાહનો પર લાલ કલરની સ્ટીકર લગાવશે.

ખાદ્ય સામગ્રી , સાકભાજી , ફ્રૂટ, ફળફળાદી, દૂધ પેકિંગ ફૂડ માટે લીલા કલરના સ્ટીકર લગાવવામાં આવશે. એએમસી કર્મચારી, ટોરેન્ટ પાવરના કર્મચારી, ટેલિફોન સર્વિસ અને મીડિયા માટે પીળા કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે. અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં આ સ્ટીકરો આપવામાં આવ્યા છે. રાત્રિ કરફ્યુ દરમ્યાન આ ત્રણ સ્ટીકર ધરાવનાર લોકોને અવર જવરમાં આસાની રહે તે માટે પોલીસ દ્વારા આ નવો ર્નિણય કરાયો છે. તેમજ કારણ વગર ફરતા લોકો પર લગામ મૂકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.