નાઈટ ડ્રેસ પહેરવાના મુદ્દે માર મારતા પતિની વિરૂદ્ધ ફરિયાદ
સાસરિયા દ્વારા પરીણિતા પર અત્યાચારની ઘટના-કાલાવાડમાં રહેતાં મહિલા પ્રોફેસરે પતિ, સસરા, સાસુ સામે શારીરિક અત્યાચાર કરાતો હોવા અંગે ફરિયાદ કરી
રાજકોટ, રાજકોટમાં વધુ એક પરિણીતા પર અત્યાર ગુજારવામાં આવતો હોવાનો કિસ્સો નોંધાયો છે. આ સિવાય પરિણીતાએ પતિ તથા તેના પરિવારના સભ્યો સામે અન્ય તકલીફો અંગે પણ ફરિયાદ પણ નોંધાવી છે. જેમાં મહિલાએ તેના પતિ દ્વારા નાઈટ ડ્રેસ પહેરવા મુદ્દે માર મારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ કાલાવાડ રોડ પર રહેતા અને પ્રોફેસર પ્રિયાબેન બલદાણિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે પતિ આશિષ, સસરા ધીરજલાલ અને સાસુ જશવંતી સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન પછી પ્રિયાબેનને નોકરી મળતા તેઓ કચ્છ રહેવા ગયા હતા અને અહીં નાઈટ ડ્રેસ પહેરા બાબતે પતિ દ્વારા માર મારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સાથે સાસરિયા દ્વારા પતિને ચઢાવવામાં આવતો હોવાનું પણ ફરિયાદમાં નોંધાવ્યું છે. આપણા ઘરમાં પુરુષોનું જ ચાલે છે તેવું કહીને પણ પત્ની પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો.
લગ્નના શરુઆતના દિવસોમાં બધું સારું રહ્યા પછી આશિષ દ્વારા પ્રિયાબેન પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તેઓ ભણેલા હોવાથી તેમને સારી નોકરી મળી હતી જેની સામે પણ દ્વારા તેમના પર અત્યાર કરવામાં આવતો હતો. પતિ દ્વારા તેમનો પગાર વાપરી નાખવામાં આવતો હોવાનું પણ નોંધ્યું છે. તેઓ પ્રગનેન્ટ હતા ત્યારે પણ પતિ દ્વારા તેમના પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો.
વર્ષ ૨૦૧૩માં પરીણિતાને પોલિટેક્નિક કૉલેજમાં નોકરી મળી જતા તેઓ ૧૦ વર્ષના દીકરાને લઈને રાજકોટ આવી ગયા હતા, બીજી તરફ પતિની બદલી મોરબીમાં થઈ જતાં તેઓ સાથે રહેતા હતા પરંતુ અહીં પણ ઘરેલું હિંસા અને અત્યાચારના કિસ્સા વધતા જતા હતા. આ સિવાય પતિના અન્ય મહિલા સાથેના સંબંધ હોવાનું પકડાતા તેણે પત્નીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની કોશિશ કરી હતી.
આ સિવાય પ્રિયાબેનના પતિ આશિષ દ્વારા તેમનો પગાર પચાવી પાડવામાં આવતો હોવાનું અને દહેજની માગણી કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં કલમ ૪૯૮ (સી), ૩૨૩, ૫૦૪,૧૧૪ તથા દહેજની માગણી કરવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ છે. પરિણીતા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.