નાકાબંધી દરમ્યાન કારની ડીકીમાં સંતાડીને લવાતો રૂ. ૩૨,૮૦૦નો દારૂની જથ્થો ઝડપાયો
મોડાસા 08062019 : અરવલ્લી જિલ્લામાં આજે વધુ એક વાહનમાં તલાશી લેતા તેમાથી રૂ.૩૨૮૦૦ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવતા પ્રોહીબિશન એકટ અન્વયે શામળાજી પોલીસ મથકમાં ગુનો નોંધી બે લાખની કાર સાથે રૂ.૨૩૨૮૦૦ નો મુદ્દામાલ કબજે કઈ વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાન રાજય તરફથી આવતા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરવા જિલ્લા પોલીસ વડાની સુચના આધારે શામળાજી પોસઇ કે.વાય.વ્યાસ તથા શામળાજી પોલીસ સ્ટાફ અણસોલ ગામની સીમમાં રતનપુર ચેક પોસ્ટ ખાતે રાજસ્થાન રાજય તરફથી આવતા વાહનોના ચેકીંગ માં હતા.તે દરમ્યાન એક વોક્સ વેગન પોલો કારને ઉભી રખાવી તેની તલાશી લેતા ગાડીના ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કાવગર પાસ પરમીટે ડીકીમાં સંતાડીને લવાતી છુટી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો કુલ નંગ-૪૧ કિ.રૂ.૩૨,૮૦૦/- મળી આવી હતી. વોક્સ વેગન પોલો કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- સહિત રૂ.૨૩૨૮૦૦નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. અલબત્ત, પોલીસ નાકાબંધી આરોપી કાર ચાલક લાગ જોઇ ભાગી ગયો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી શામળાજી પોલીસે તેને ઝબ્બે કરવા તજવીજ હાથ ધરી છે.