નાગપુર: PUBGમાં મિશન હારી જતા 13 વર્ષીય બાળકે જીવન ટૂંકાવ્યું
મહારાષ્ટ્રમાં એક પોલીસ કર્મચારીના 13 વર્ષીય પુત્રએ PUBG મોબાઇલ ગેમમાં હારી જવા બાદ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આત્મહત્યાનો ગુનોં નોધી આગળની તપાસ હાથ ધરી છે. બનાવની મળતી માહિતીના આધારે મૃતક, ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. તે સોમવારે નર્મદા કોલોનીમાં તેના મકાનમાં દુપટ્ટા સાથે બારીની પટ્ટીથી લટકતો મળી આવ્યો હતો. તેના પિતા નાગપુર પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ છે. અધિકારીએ જણાવ્યું હતું કે આકસ્મિક મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય અવકાશ સંશોધન સંગઠનના ભૂતપૂર્વ અધ્યક્ષ જી માધવન નાયરે તાજેતરમાં કહ્યું હતું કે, ઓનલાઇન ગેમ્સ, ખાસ કરીને બાળકો માટે, શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ધોરણો, નિયમો અને વ્યવહારનું પાલન કરે છે તેની ખાતરી કરવા કેટલાક આદેશ આપ્યા હતા.