નાગરિકતા બીલના સમર્થનમાં પાલનપુરમાં ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ) પાલનપુર, કેન્દ્રની ભાજપ સરકારે જમ્મુ કાશ્મીરની કલમ ૩૭૦, ૩પ એ નાબુદ કરવા સાથે તાજેતરમાં નાગરીકતા સંશોધન બિલ પસાર કરી રાષ્ટ્રપતિએ પણ તેના ઉપર હસ્તાક્ષર કરી કાયદો બનતા દેશભરમાં ખુશાલી વ્યાપી છે. ત્યારે કેન્દ્રની ભાજપ સરકારની આ કામગીરીને લઈ રાષ્ટ્રપતિ શ્રી તથા વડાપ્રધાન શ્રીને અભિનંદન પાઠવવામાં આવેલા બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજરોજ વિવિધ સંસ્થાઓ, રાષ્ટ્રપ્રેમી નાગરીકો એકઠા થઈ સરકારને સમર્થન આપી આ કામગીરીની પ્રશંસા કરી અભિનંદન સાથે આભારની લાગણી વ્યકત કરી હતી.
બનાસકાંઠા વેપારી મંડળ, માર્બલ એન્ડ ગ્રેનાઈટ એશો. ભગવા સ્વયંસેવક સંઘ મહેશ્વરી સમાજ, પાલનપુર ચોકસી સુવર્ણકાર એશો. વિશ્વ હિન્દુ પરિષદ, અનેક સેવાભાવી સંસ્થાઓ મંડળો, શહેરની વિવિધ સોસાયટીઓ કાર્યકરો વિગેરેની આગેવાનીમાં નાયબ કલેકટરશ્રી એલ.બી. બાંભણીયાને અભિનંદન પાઠવતો પત્ર સુપ્રત કર્યો હતો.
પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતિ હેતલબેન રાવલ, બ.કાં.જી. મહિલા મોરચાના પ્રમુખ કુ. મીતાબેન સોની કોર્પોરેટર શ્રીમતિ જાગૃતિબેન વ્યાસ ભાવનાબેન પંચાલ, શ્રી ગજેન્દ્રભાઈ જાષી, શ્રી સુમતિભાઈ રાવલ, ડીસાના ધારાસભ્ય શ્રી શશીકાન્તભાઈ પંડયા, પાલનપુર ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, નગીનભાઈ રાઠોડ, કુમુદબેન જાષી સહિત વિશાળ સંખ્યામાં યુવાનો, બહેનો, વેપારીઓ તથા નગરજનો હાજર રહયા હતા.*