નાગરિકતા બીલ ખોટું સાબિત થયું તો પરત ખેંચી લઈશું: અમિત શાહ
નવી દિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન વિધેયક લોકસભામાં રજૂ કરી દીધું છે. તેમણ વિપક્ષના વાંધાઓનો જવાબ આપતા કહ્યું કે, જો તમે લોકો તેને ખોટું સાબિત કરી દેશો તો અમે પરત ખેંચી લેશું, જે રીતે અમે ભારતના અલ્પસંખ્યકોને લઈને ચિંતિત છીએ, તેવી જ રીતે પાડોશી દેશોમાંથી આવતા લઘુમતિ સમુદાયના લોકો માટે અમે પ્રતિબદ્ધ છીએ.
શાહે કહ્યું, ભારતના અલ્પસંખ્યકોની અમે ચિંતા કરીએ છીએ તો શું બાંગ્લાદેશ, અફઘાનિસ્તા અને પાકિસ્તાન પીડિત લઘુમતિઓની ચિંતા થવી જોઈએ નહી? અમે જે બીલ લાવ્યા છીએ તે અમારા મેનિફેસ્ટો પ્રમાણે છે. લાખો કરોડો લોકોને ત્યાંથી ધકેલી દેવામાં આવ્યા.
કોઈ પણ પોતાનો દેશ ત્યાં સુધી કે ગામ પણ નથી છોડતા, કેટલાં અપમાનિત થયાં હશે ત્યારે તેઓ અહીં આવ્યા. આટલા વર્ષોથી રહેતા લોકોને અહીં ના શિક્ષણ, ના રોજગાર, ના નાગરિકતા અને ના તો અન્ય કોઈ સુવિધા છે. આ બીલથી લાખો લોકોને નરકિય યાતનાઓથી મુક્તિ મળી જશે.
અમિત શાહે કહ્યું કે, આ બીલ કોઈ પણ રીતનો ભેદભાવ નથી કરતો અને ધર્મના આધાર પર ઉત્પીડન સહન કરતા લોકોને શરણ આપે છે. તેની કેટલીક જોગવાઈઓ પર વિપક્ષના વાંધાને લઈને તેમણે કહ્યું, ધર્મ અને પંથના આધાર પર કોઈ સાથે દુર્વ્યવહાર થવો જોઈએ નહી.
પરંતુ કોઈ પણ સરકારનું આ કર્તવ્ય છે કે, તે દેશની સરહદોનું રક્ષણ કરે. શું આ દેશ દરેક માટે ખુલો છોડી શકાય, એવો ક્યો દેશ છે, જેણે બહારના લોકોને નાગરિકતા આપવા માટે કાયદો ના બનાવે.
ગૃહમંત્રીએ કહ્યું કે, નાગરિકતાને લઈને આ રીતને આ રીતનો કાયદો પહેલા પણ બન્યા છે. તેમણે કહ્યું, 1947માં લાખો લોકોએ ભારતની શરણ લીધી હતી અને અણે તેમને નાગરિકતા આપતા તમામ અધિકારી આપ્યા. તેવામાં લોકોને મનમોહન સિંહ અને લાલકૃષ્ણ અડવાણી જેવા લોકો પણ થયા. જે વડાપ્રધાનથી લઈને ઉપવડાપ્રધાન સુધી બન્યા.