Western Times News

Gujarati News

નાગરિકતા સંશોધન કાનુન વિરોધમાં દિલ્હી બાદ લખનૌ-હૈદ્રાબાદ-મુંબઇમાં છાત્રોનું પ્રદર્શન

નવી દિલ્હી, દેશમા નાગરિકતા સંશોધન બિલના વિરોધમા દિલ્હીના જામિયા મીલીયા ઉસ્માનિયા યુનીવર્સીટીના વિધાર્થીઓ અને અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીના વિધાર્થીઓએ કરેલા વિરોધ પ્રદર્શન બાદ હવે લખનઉમા દારુલ ઉલમ નદવતુલ યુનિવર્સીટીના વિધાર્થીઓએ પણ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. જેમાં જામિયા અને એએમયુના વિધાર્થીઓ પર પોલીસે કરેલી બર્બરતાના વિરોધમા વિધાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. જેમા પોલીસ અને વિધાર્થીઓ વચ્ચે ઝડપ થઈ છે અને પથ્થરમારોપણ કરવામા આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદા વિરૂધ્ધ મુંબઇના ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્ફલ સાઇન્સમાં દેખાવો શરૂ થયા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જામિયા મિલિયા ઇસ્લામિફા, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને નોર્થ ઇસ્ટની કેટલીક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસે બર્બરતાપૂર્વક કાર્યવાહી કરી તેના વિરૂધ્ધ તેઓ દેખાવો કરશે. વિદ્યાર્થીઓ પોલીસ વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કલાસનો બહિષ્કાર કરીને આંદોલનનું એલાન કર્યું. આ ઉપરાંત લખનઉની નદવા કોલેજ પર લખનઉ એસપીએ કહ્યું કે માત્ર ૩૦ સેકન્ડ માટે પ્થ્થરમારો થયો હતો. જેમાં વિરોધ કરીરહેલા ૧૫૦ લોકો નારા લગાવતા સામે આવ્યા હતા. અત્યારે સ્થિતિ સામાન્ય છે. તેમજ વિધાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે.

આ ઉપરાંત હૈદરાબાદના મૌલાના આઝાદ યુનીવર્સીટીના વિધાર્થીઓ પણ જામિયા યુનિવર્સીટીના વિધાર્થીઓ પર થયેલી હિંસાના સમર્થનમા આવ્યા છે. તેમજ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન બિલને લઈને રવિવારે રાત્રે દક્ષિણ દિલ્હીમા થયેલી હિંસક અથડામણો બાદ તે શાંત થયું છે. જો કે તેની બાદ આજે પણ સોમવારે તણાવ હજુ યથાવત છે. જેમા સોમવારે સવારે જામિયા વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેમજ પોલીસ કાર્યવાહી વિરુદ્ઘ સતત પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ વિધાર્થીઓ આ દ્યટનાની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. તેમજ આ મામલે સુપ્રિમ કોર્ટને દખલ કરવા અપીલ કરી છે.

આ ઉપરાંત સીનીયર વકીલ કોલીન ગોંજાલ્વીસે સુપ્રિમ કોર્ટના નિવૃત જજ સાથે સમગ્ર દ્યટનાની તપાસના આદેશની માંગ કરી છે. જે દરમ્યાન સુપ્રિમ કોર્ટના સીજેઆઈએ કહ્યું કે અમે વિડીયો જોવા માંગતા નથી. તેમજ જાહેર સંપતિ નુકશાન, હિંસા અને નુકશાન ચાલુ રહેશે તો અમે મેટરની સુનવણી નહીં કરીએ. તેમજ આ મેટરની સુનવણી આવતીકાલ પર મૂલતવી રાખી છે. નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ઘ જામિયા અને અલીગઢ યૂનિવર્સિટી બાદ હવે લખનૌની નદવા કાઙ્ખલેજમાં ઉગ્ર પ્રદર્શન શરૂ થઇ ગયું છે. દારૂલ ઉલૂમ નદવાતુલ ઉલામા (નદવા કોલેજ)નાં ગેટ પર વિદ્યાર્થીઓ અને પોલીસમાં હિંસક ઝપાઝપીની સ્થિતિ બની છે. પોલીસે કોલેજનાં ગેટને બંધ કરી દીધો છે. અંદર વિદ્યાર્થીઓ જામિયાનાં વિદ્યાર્થીઓનાં સમર્થનમાં નારેબાજી કરી રહ્યા છે.

આ ઉપરાંત વિદ્યાર્થી ગેટની બીજી તરફ ઉભેલા પોલીસવાળાઓ પર ઈંટ-પથ્થર પણ ફેંકી રહ્યા છે. તો કેટલાક પોલીસવાળાઓ પણ વિદ્યાર્થીઓ પર પથ્થરબાજી કરી રહ્યા છે. યૂપીનાં ડીજીપી ઓ.પી. સિંહે કહ્યું કે, ‘સ્થિતિ નિયંત્રણમાં છે. નદવા કોલેજનાં કેટલાક વિદ્યાર્થીઓ પથ્થરબાજી કરી રહ્યા હતા. કોઈ જખ્મી નથી થયું. સ્થિતિ નિયંત્રણમાં છે.’ દ્યટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની દ્યણી ગાડીઓ પણ મોકલવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.