નાગરિકોમાં કોરોના ટેસ્ટ માટે જનજાગૃતિ લાવવા વિજયભાઇ રૂપાણીએ સ્વયં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો
કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વહેલીતકે કોરોના ટેસ્ટ માટે લોકોને આગળ આવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અપિલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યના સૌ નાગરિકો પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપિલ કરી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકો-લોકોમાં ટેસ્ટિંગ પ્રત્યેનો ડર-ભય દૂર થાય અને સ્વયં જાગૃતિ આવે તે માટે સૌને પ્રેરિત કરવા સામે ચાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’નું સૂત્ર આપતાં સૌને અપિલ કરી છે કે કોરોના સંક્રમણ નિયંત્રણ સામે પ્રભાવી રીતે કાર્યરત થવા અને સંક્રમિત વ્યકિતઓની ભાળ મેળવી સમયસર સારવાર માટે આ ટેસ્ટ જરૂરી છે અને તે ટેસ્ટ પ્રત્યે કોઇએ ભય-ડર રાખવાની જરૂર નથી.