નાગરીકોને પોતાના ખર્ચે ભૂગર્ભ ગટરનું કનેકશન લેવા કોર્પોરેશને ઠરાવ કર્યો
ઈન્સ્પેકશન ચેમ્બર બનાવી અને પાઈપલાઈન મારફત ડ્રેનેજ હાઉસ કનેકશનનું કામ સ્વખર્ચે તાત્કાલિક અસરથી કરાવવા મહાપાલિકાના નિયત થયેલા પ્લમ્બરો પાસે કોર્પોરેશનના ઈજનેરના માર્ગદર્શન હેઠળ આ કામ કરાવવું નહી તો પેટા કાયદાના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે
જામનગર, જામનગરના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ પુરું થઈ ગયું છે. જે અન્વયે બીપીએમસી એકટ ૧૯૪૯ના ચેપ્ટર ૧રની જાેગવાઈ તથા એકટની કલમ ૪પ૮ની પેટા કલમ (૧)સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ ભૂગર્ભ ગટર અને મોરીઓ સંબંધે પેટા કાયદા મંજુર કરવામાં આવ્યા છે.
જેમાં ક્રમાંક ૧૦ અને ક્રમાંક ૬ની જાેગવાઈ મુજબ જે મકાન સુએજ લાઈનથી ૩૦ મીટરની અંદર હોય તેવા સઘડા મકાનો માટે સુએજ કનેકશન એટલે કે ભૂગર્ભ ગટર, હાઉસ કનેકશન જાેડવું ફરજિયાત છે.
કોર્પોરેશન દ્વારા રહેણાક, ધંધાની મિલકત, મિલકત પાસે વપરાશી ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરની પાઈપલાઈન અને અનુસાંગિક નેટવર્કનું કામ જાેડવામાં આવે છે જેથી ઓપન ગટરમાં નિકાલ થતા ગંદા પાણીના હાઉસ કનેકશન, ચેમ્બર-મેઈન હોલમાં નિકાલ કરવાનું જાહેર આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે આવશ્યક છે
ત્યારે ગંદા વપરાશી પાણીના આઉટલેટ માટે ઈન્સ્પેકશન ચેમ્બર બનાવી અને પાઈપલાઈન મારફત ડ્રેનેજ હાઉસ કનેકશનનું કામ સ્વખર્ચે તાત્કાલિક અસરથી કરાવવા મહાપાલિકાના નિયત થયેલા પ્લમ્બરો પાસે કોર્પોરેશનના ઈજનેરના માર્ગદર્શન હેઠળ આ કામ કરાવવું નહી તો પેટા કાયદાના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને આ તમામ ખર્ચની જવાબદારી લગત આસામીની રહેશે.
કોર્પોરેશનની કચેરીમાં ન્યુ ડ્રેનેજ ચાર્જ કનેકશન પેટે રહેણાક યુનિટ માટે રૂ.૭૦૦ પ્રતિ અને બીન રહેણાક યુનિટ માટે રૂ.૧૮૦૦ પ્રતિ યુનિટ ભરપાઈ કરવા ૧પ દિવસમાં ડ્રેનેજ કનેકશન ચાર્જ માન્ય પ્લમ્બર થ્રુ કનેકશન લેવા કોર્પોરેશને જાહેર નોટિસ પાઠવી છે.