નાગાલેન્ડ શાંતિ સમજુતિ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં
ગુવાહાટી : નાગાલેન્ડ શાંતિ સમજુતી પર કેન્દ્ર સરકાર અને એનએસસીએન વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. આની સાથે જ નાગાલેન્ડ અને મણિપુરમાં હાઈએલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. અધિકારીઓને શંકા છે કે વાતચીતના પરિણામથી કેટલાક સંગઠનોમાં નારાજગી ફેલાઈ શકે છે. નાગાલેન્ડના ડીજીપી લોન્ગકુમરે આજે માહિતી આપતા કહ્યું હતું કે, આશરે ૬૦ વર્ષના ગાળાથી લટકેલા નાગા શાંતિ સમજુતિ પર કરાર કરવાની બાબત સૌથી મુશ્કેલી દેખાઈ રહી છે.
નાગાલેન્ડના ડીજેપી લોન્ગકુમરે કહ્યું છે કે, સશ† પોલીસની સાત રિઝર્વ બટાલિયોનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત બે મહિનાના રેશનિંગ અને ફ્યુઅલનો જથ્થો પણ રાખવામાં આવ્યો છે.
મણિપુરમાં ઉખરુલ જિલ્લામાં વહીવટી તંત્રએ સિવિલ સપ્લાય વિભાગ પાસેથી જરૂરીચીજવસ્તુઓ જમા કરવા માટે કહી દેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની પ્રતિકુળ સ્થિતિ ઉભી થવાની સ્થિતિ માં સપ્લાયને અસર ન થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ઉખરુલમાં જ એનએસસીએન મહાસચિવનો જન્મ થયો હતો.
નાગાલેન્ડની બહાર સૌથી વધારે નાગા વસ્તી મણિપુરમાં રહે છે. અહી પોલીસ વહીવટી તંત્રએ ઈમ્ફાલ વેસ્ટ જિલ્લાના તમામ કર્મીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. એનએસસીએનની પ્રથમ માંગ એ છે કે, એવા તમામ ક્ષેત્રોનું એકીકરણ કરવામાં આવે જ્યાં નાગા વસ્તી રહે છે. મણિપુરમાં હમેશા આને લઈને નારાજગી રહી છે.
આ સંદર્ભમાં માહિતી આપતાપોલીસ અધિકારીઓ અને ટોપના સરકારી લોકોએ કહ્યું છે કે, આ સમજુતી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. નાગાલેન્ડ અનિક્ષિતતા માટે રહેવા તૈયાર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેટલાક સંગઠનો નિર્ણય સાથે સહમત ન થાય તેમ બની શકે છે. સિવિલ સોસાયટી અને સ્ટુડન્ટ યુનિયન દ્વારા પહેલાથી જ વાતચીતથી બહાર રાખવાને લઈને નારાજ દેખાઈ રહ્યા છે.