Western Times News

Gujarati News

નાગા ચૈતન્યને ઘણા અફેર છે: અભિનેત્રી સામન્થા

મુંબઈ, સાઉથ સુપરસ્ટાર સામન્થા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યના ડિવોર્સે ચર્ચાનો માહોલ પેદા કર્યો છે. યુઝર્સથી માંડીને સેલેબ્સ પણ આ અંગે પોતાનો મત આપી રહ્યા છે. પોતાના હસબન્ડથી અલગ થયા બાદ સામન્થાએ સોશ્યલ મીડિયા પર સ્ટેટમેન્ટ શેર કર્યું છે. સામન્થાએ ૨ ઓક્ટોબરે એક પોસ્ટ શેર કરીને ચૈતન્યથી અલગ થવા બાબતે જણાવ્યું હતું કે બહુ સમજી વિચારીને આ ર્નિણય લીધો છે.

૧૦ વર્ષની દોસ્તીનો ઉલ્લેખ કરીને સામન્થાએ કહ્યું હતું કે અમારી વચ્ચે એક ખાસ સંબંધ હશે. ચૈતન્યથી અલગ થવાની અફવાઓ અને ઓફિશ્યલ અનાઉન્સમેન્ટ બાદ અભિનેત્રી સતત ચર્ચામાં છે. પોતાના જીવનમાં ચાલી રહેલી ઉથલપાથલ અંગે તે ઘણાં દિવસથી ચૂપ હતી.

અમુક લોકો તેના વિશે ગમે એ મત બાંધતા. હવે સામન્થાએ ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો છે તો પોતાના શુભચિંતકોનો આભાર પણ માન્યો છે. સામન્થાએ ઇન્સ્ટા સ્ટોરી પર પોતાની સાઈન સાથે એક સ્ટેટમેન્ટ શેર કર્યું છે જેના પર લખ્યું છે કે, ‘મારી પર્સનલ લાઈફ ક્રાઈસીસમાં તમારા ઈમોશનલ જાેડાણથી હું અભિભૂત થઈ ગઈ છું.

મારા પ્રત્યે સહાનુભૂતિ દેખાડવા માટે અને મારા અંગે ફેલાઈ રહેલી અફવાઓ સામે મારો બચાવ કરવા માટે તમારા બધાનો આભાર. તેઓ કહે છે કે મારા ઘણાં અફેર ચાલતા હતા, હું ક્યારેય બાળક ન હતી ઈચ્છતી, હું એક તકવાદી મહિલા છું અને મેં અબોર્શન કરાવી નાખ્યું છે.

ડિવોર્સ પોતાનામાં જ એક પીડાદાયક પ્રક્રિયા છે. મને તેમાંથી બહાર આવવા માટે સમય આપી દો. મારા પર એક પછી એક પર્સનલ અટેક કરવામાં આવ્યા, પણ હું પ્રોમિસ કરું છું કે હું એવું કંઈ પણ નહીં થવા દઉં જેનાથી હું તૂટી જાઉં.

આ ઉપરાંત સામન્થાએ વ્હાઈટ ડ્રેસમાં પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટોમાં સામન્થા વાળમાં વ્હાઈટ-પિંક કલરનું ફૂલ લગાડીને બહુ સુંદર લાગી રહી છે. આ સાથે તેણે નવા પ્રોજેક્ટની માહિતી પણ આપી હતી.

ટોલિવુડના અત્યંત સુંદર કપલમાંથી એક સામન્થા અને ચૈતન્યએ ગયા અઠવાડિયે જ સોશ્યલ મીડિયા પર પોતાના અલગ થવાની જાણકારી આપી હતી. ચાર વર્ષના લગ્નજીવન બાદ બંને અલગ થયા છે એટલે ચાહકોને આંચકો લાગ્યો છે. ફક્ત ઓફ-સ્ક્રીન જ નહીં, ઓન સ્ક્રીન પણ તેમની જાેડીને દર્શકો બહુ પસંદ કરતા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.