નાગિન ૬એ અપાવી Money Heistના પ્રોફેસરની યાદ
મુંબઈ, નાગિન ૬ની આ સ્ટોરીમાં એક નાગણની પર્સનલ દુશ્મનીની સ્ટોરી નથી. પરંતુ અહીં વાત દેશના દુશ્મનોની છે. જેના માટે નાગણ આવી રહી છે. અહીં દુશ્મની ચીન જેવા દેશ સાથે છે. નાગણમાં દેશભક્તિ ભરેલી છે. શરૂઆતમાં પ્રોફેસર (મનજિત જૌરા) તમને મની હેઈસ્ટના પ્રોફેસરની યાદ અપાવશે. જ્યાં કોરોના છે, પ્રલય છે, દુશ્મન છે અને તેમની સામે બદલો લેવાનો છે.
નાગિન ૬ની શરૂઆત બરફથી છવાયેલા પહાડો વચ્ચે સાધુ, સંતો, સંન્યાસીઓ અને અઘોરીઓના ઝૂંડથી થાય છે. બધા લોકો પરેશાન છે, પ્રોફેસરે કેમ બોલાવ્યા છે, એવું કહેતા નજરે પડી રહ્યાં છે. આ ગુપ્ત બેઠક ૧૦૦ વર્ષમાં એક જ વાર થાય છે. અચાનક એવું તો શું થયું કે પ્રોફેસરે તમામને બોલાવ્યા છે. વર્ષ ૨૦૨૦માં સૃષ્ટિ કુદરત બદલવાનું છે, જેને લઈને અચાનક હાહાકાર મચી જાય છે.
ગુપ્ત ગુફામાં બેઠક યોજાય છે. જેમાં પ્રોફેસર કહે છે કે, આ વર્ષે ૨૦૨૦માં બધું જ બદલાઈ જવાનું છે. પ્રોફેસર પોતાના કેલ્ક્યુલેશનથી માપી લે છે કે કેવી રીતે બધુ તબાહ થવાનું છે.
પ્રોફેસરની સામે બરફથી છવાયેલી વાદીઓમાં તેમની સામે અચાનક વાઘ આવી જાય છે અને પછી નાગ દેવતા તેને બચાવી લે છે. પછી અચાનક મંદિરનો દરવાજાે ખૂલી જાય છે. જે વર્ષ ૨૦૨૦ના કેલ્ક્યુલેશન મુજબ આખી ઘટના સમજી લે છે. અંદર સમુદ્ર મંથનનું દ્રશ્ય છે એટલે પ્રલય નિશ્ચિત છે. એ પછી બેકગ્રાઉન્ડમાં ભારત અને દુનિયા પર મહમારીના હુમલાની તૈયારીની સ્ટોરી ચાલે છે.
આ સ્ટોરીમાં ભારતને સૌથી વધુ નુકસાન પહોંચાડવાની વાત સામે આવી છે. એ પછી શરૂ થાય છે મહામારીનો ખેલ, જેમાં દેશમાં મહામારીનો એટેક અને મોતનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે. સાધુ અને ઋષિ મુનિઓએ પ્રોફેસરને પૂછ્યું કે, શેષનાગે શું ઉપાય જણાવ્યો.
કેવી રીતે બધુ થશે. એની કોઈ સુરક્ષા ખરી. ત્યારે પ્રોફેસર કહે છે કે, એ બચાવશે, શેષનાગણ. ૧૦૦ નાગરાણીઓથી બને છે એક નાગિન. તે દેશ અને દુનયાને બચાવવા માટે આવશે, તેને આવવું જ પડશે.SSS