નાટો-રશિયા વચ્ચેનો સીધો સંઘર્ષ ત્રીજું વિશ્વ યુદ્ધ તરફ દોરી શકે છે

વોશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેને કહ્યું કે, રશિયા રાસાયણિક હથિયારોના ઉપયોગની ભારે કિંમત ચૂકવશે. તેમણે કહ્યું કે યુએસ યુક્રેનમાં રશિયા સામે લડશે નહીં કારણ કે નાટો અને મોસ્કો વચ્ચેનો સીધો મુકાબલો ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત તરફ દોરી જશે.
રશિયાએ યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્કને સ્વતંત્ર પ્રદેશો તરીકે માન્યતા આપ્યાના ત્રણ દિવસ બાદ ૨૪ ફેબ્રુઆરીએ રશિયન સૈન્યએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.
બિડેને વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે યુરોપમાં અમારા સાથીઓ સાથે ઊભા રહીશું અને સાચો સંદેશ મોકલીશું.” અમે અમેરિકાની સંપૂર્ણ શક્તિ સાથે નાટો પ્રદેશના દરેક ઇંચનું રક્ષણ કરીશું અને નાટોને મદદ કરીશું.
“અમે યુક્રેનમાં રશિયા સામે યુદ્ધ નહીં લડીએ. નાટો અને રશિયા વચ્ચેનો સીધો મુકાબલો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જશે. આને આપણે રોકવાનો પ્રયાસ કરવો જાેઈએ.
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન નાટો એ ૩૦ દેશોનું જૂથ છે, જેમાં ઉત્તર અમેરિકા અને યુરોપીયન દેશોનો સમાવેશ થાય છે. બિડેને કહ્યું કે રશિયા ક્યારેય યુક્રેનને જીતી શકશે નહીં. બિડેને કહ્યું, “તેઓ (રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન) યુદ્ધ વિના યુક્રેન પર પ્રભુત્વ મેળવવાની અપેક્ષા રાખતા હતા, તે નિષ્ફળ ગયા.તેમણે કહ્યું કે યુક્રેનના મુદ્દે વિશ્વ એક છે. બિડેને કહ્યું, અમે યુક્રેનના લોકો સાથે ઉભા છીએ. અમે નિરંકુશ શાસકોને વિશ્વની દિશા નક્કી કરવા નહીં દઈએ.HS