નાડા ગામે જાગૃત યુવા સંગઠન દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
શહેરા, પંચમહાલ જીલ્લામાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતી અને ગ્રામીણ વિસ્તારના લોકોના હકો માટે લડત આપતી જાગૃત યુવા ટીમ દ્વારા નાડા ગામે નવા વર્ષના આગમન નિમીત્તે સ્નેહમિલન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમા શહેરા મોરવા હડફ તાલુકાના યુવા ટીમ સાથે જોડાયેલા કાર્યકરો હાજર રહ્યા હતા.
નૂતન વર્ષ નિમિતે તમામ જાગૃત યુવા મિત્રોને અને એમના પરિવાર નવા વર્ષની હાર્દિક શુભેચ્છા અને સાલમુબારક પાઠવ્યા હતા.
સ્નેહમિલન કાર્યક્રમમાં આવનારા દિવસોમાં પૂરો સાથ સહકાર આપી સામાન્ય નાગરિકને પડતી તકલીફોને દૂર કરવા અને સમાજ કલ્યાણ જેવા કર્યોમાં અગ્રેસર રહેશે તેવો સંકલ્પ કરવામા આવ્યો હતો.
જાગૃત યુવા ટીમ દ્વારા,મોરવા હડફ તાલુકા પ્રમુખ પટેલ સુરેશભાઈ હીરાભાઈ,ગાજીપુર,ગ્રામ પ્રમુખ અશ્વિનભાઇ બળવંતભાઈ બારીયા,નાડા ગ્રામ ઉપ પ્રમુખ નગીનભાઈ જશવંતભાઈ પટેલ,નાડા સહિત સારી કામગીરી કરનારાઓને ફુલહારથી સન્માનિત કરવામા આવ્યા હતા.