નાણાંમંત્રીએ બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે ૭૦ કરોડ ફાળવ્યા

નવીદિલ્હી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ આજે સંસદમાં રજુ કર્યું હતું જેમાં તેમણે આરોગ્ય ક્ષેત્ર માટે કેટલીક મોટી જાહેરાત કરી હતી. નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે ૭૦ હજાર કરોડ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે પીએમ જનઆરોગ્ય યોજના હેઠળ ૨૦ હજારથી વધુ હોÂસ્પટલ પેનલમાં છે અમે તેને વધારીશું,પીપીપી મોડમાં હોÂસ્પટલ બનાવવામાં આવશે ૧૧૨ આંકંક્ષી જીલ્લામાં હશે જયાં પેનલમાં હોÂસ્પટલ નથી તેને મહત્વ આપવામાં આવશે આખી મોટી સંખ્યામાં રોજગાર મળશે.
નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત દરેક જિલ્લામાં મેડિકલ કાલેજો ખોલવાવામાં આવશે. મેડિકલ કાલેજને જિલ્લા સ્વાસ્થ્ય કેન્દ્રો સાથે જોડવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે. ફિટ ઇન્ડિયા આંદોલનને પ્રોત્સાહન આપવા માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે.આયુષ્માન ભારત યોજનામાં હોસ્પિટલોની સંખ્યામાં વધારો કરવામાં આવશે, જેથી ટી -૨, ટી -૩ શહેરોમાં સહાય પૂરી પાડી શકાય આ માટે પીપીપી મોડેલની મદદ લેવામાં આવશે, જેમાં હોસ્પિટલોને બે તબક્કામાં જોડવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મેઘધનુષ્ય મિશનનો વિસ્તાર કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે તબીબી ઉપકરણ પર જે પણ ટેક્સ પ્રાપ્ત થાય છે, તેનો ઉપયોગ તબીબી સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે૫ ટીબી સામે દેશમાં અભિયાન શરૂ કરવામાં આવશે, ‘ટીબી હારશે, દેશ જીતશે’. સરકાર ૨૦૨૫ સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. આરોગ્ય યોજનાઓ માટે લગભગ ૭૦ હજાર કરોડની જાહેરાત. ૭ જિલ્લાની હોસ્પિટલોમાં મેડિકલ કાલેજ સ્થાપવાની યોજના પણ બનાવવામાં આવશે.