નાણાં વસૂલીમાં કમિશનર ટકાવારી લેતા હોવાનો આક્ષેપ
રાજકોટ, રાજકોટમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. જેમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાં વસૂલવામાં ટકાવારી રુપે કમિશન લેતા હોવાનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્યએ તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો છે કે એક અરજદાર પાસેથી ૭૫ લાખ રૂપિયા પણ વસૂલવામાં આવ્યા છે અને હજુ ૩૦ લાખની વસૂલી કરવામાં આવી રહી છે. ભાજપના ધારાસભ્યના આ પત્રથી રાજકોટ પોલીસ બેડામાં ભૂકંપ આવ્યો છે.
ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે. તેમના કહેવાથી ૧૫ કોરડની છેતરપિંડીના કેસમાં ફરિયાદીની FIR ન ફાડી તેની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાની ઉઘરાણી આવે તેમાંથી ૧૫ ટકા હિસ્સોવ માગ્યો હોવાનો આરોપ મુકયો છે. આ રકમ PI મારફત ૭૫ લાખ જેવી ઉઘરાવવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છેકે ૧૫ કરોડની છેતરપિંડીનો કેસ મહેશભાઈ સખીયાએ કર્યો હતો.
ગોવિંદ પટેલે પોતાના પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે આ પ્રમાણે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસૂલાત કરી છે, જે પૈકી ૭૫ લાખ રૂપિયા કમિશનરે પોતાના ખાસ PI મારફત વસૂલ્યા છે, બાકીની ૩૦ લાખની ઉઘરાણી જે-તે ઁૈં ફોનથી કરી રહ્યા હતા પરંતુ આ રકમ આવી નથી. ત્યાકર બાદ આપના પાસે ફરિયાદ થતાં FIRદાખલ થઈ હતી, જેમાં બે આરોપીઓ પકડ્યા પણ ખરા અને એક આરોપી ભાગતો ફરે છે અને આ જ રકમમાંથી એક ફ્લેટ લીધો છે.
આમ, પોલીસ કમિશનર આવા ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. આ અંગેની આપને આપેલી ફરિયાદ પછી અને FIR ફાડ્યા પછી બાકીની ૮ કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવી નથી તેમજ પોલીસ કમિશનરે લીધેલા રુ. ૭૫ લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલાં ભરો તેવી વિનંતી છે.
ખુદ ભાજપના જ પીઢ ધારાસભ્ય અને એક સમયના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલના આ પત્રથી પોલીસ બેડામાં ધરતીકંપ આવ્યો છે.
આ મામલે રાજકોટના જાેઇન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદે જણાવ્યું હતું કે ગોવિંદભાઈએ પત્ર લખી પોલીસ કમિશનર પર આક્ષેપો કર્યા છે એ અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે. પત્રમાં કેટલું તથ્ય છે એ અંગે ઉચ્ચ અધિકારી હેઠળ તપાસ કરાવવામાં આવશે.SSS