Western Times News

Gujarati News

નાણાં વિભાગ દ્ધારા ગાંધીનગર ખાતે 4 જૂને પેન્શન અદાલત યોજાશે

ગાંધીનગર ખાતે યોજાનાર પેન્શન અદાલતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ,અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાના પેન્શનરો ભાગ લઈ શકશે. રાજ્ય સરકારના પેન્શનરો માટે નાણાં વિભાગ, ગાંધીનગર દ્ધારા તા.૪ જૂન, ૨૦૨૨ ના રોજ બપોરના ૧૨ થી સાંજના ૫ કલાક દરમ્યાન પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પેન્શન અદાલત રાજ્યમાં રાજકોટ,ગાંધીનગર, બનાસકાંઠા, સુરત અને ભાવનગર ખાતે યોજાશે. ગાંધીનગર તિજોરી અધિકારી (પેન્શન) એ જણાવ્યું છે કે, આગામી તા.૪ જૂન, ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે પેન્શન અદાલત ગાંધીનગરના સેકટર-૧૫માં આવેલી સરકારી કોર્મસ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે બપોરના ૧૨ થી ૫ કલાક દરમ્યાન યોજાશે.

પેન્શનરો જે જિલ્લા તિજોરી કચેરી હસ્તક પેન્શન મેળવતા હોય તે જિલ્લા તિજોરી- પેન્શન ચુકવણાં કચેરી,પેન્શન સમાજ પાસેથી તથા https:financedepartment.gujarat.gov.in અને https:/dat.gujarat.gov.in ની વેબસાઈટ પરથી અરજીનું નિયત નમુનાનું ફોર્મ મેળવી લઈ તેમા જરૂરી વિગતો ભરીને તા.પમી મે, ૨૦૨૨ સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોક નંબર-૧૭, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ને મોકલી આપવાના રહેશે.પેન્શનર https://bit.ly/pension-adalat ની લીંકમાં જઈ ગુગલ ફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકાશે તેવું પણ જણાવ્યું છે.

જિલ્‍લા માહિતી કચેરી,
ખેડા-નડીઆદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.