નાણામંત્રીની જાહેરાત, આગામી ત્રણ વર્ષમાં નવી ૪૦૦ વંદેભારત ટ્રેન ચાલશે

પ્રતિકાત્મક
નવીદિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ લોકસભામાં દેશનું બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં ૧૬ લાખ યુવાઓને નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું કે આ બજેટથી આગામી ૨૫ વર્ષનો પાયો નાખવામાં આવશે. દાવો છે કે આ બજેટમાં તમામ વર્ગ માટે કંઈક રાખવામાં આવ્યું છે. આ વચ્ચે નાણામંત્રીએ જાહેરાત કરી કે આગામી ત્રણ વર્ષમાં ૪૦૦ નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે.
હકીકતમાં પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં ૪૦૦ નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં ૧૦૦ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે. સાથે ૮ નવાવ રોપવેનું નિર્માણ થશે. વંદે ભારત ટ્રેન દેશની પ્રથમ સ્વદેશી તકનીકથી નિર્મિત થનારી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે.
આ સાથે નાણામંત્રીએ જણાવ્યું કે, ૨૦૨૨-૨૩ વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ ૨૫,૦૦૦ કિમી સુધી વધારવામાં આવશે. પહાડી વિસ્તારની પર્વતમાળાના રોડને પીપીપીઁઁ મોડ પર લાવવામાં આવશે.
વંદે ભારત ટ્રેન ઘણી આધુનિક સુવિધાઓથી લેસ છે. આ ટ્રેનમાં ઓન બોર્ડ વાઈ-ફાઈ, જીપીએસ આધારિત યાત્રી ઇન્ફોર્મેશન સિસ્ટમ, સુંદર આંતરિક સજાવટ, વેક્યૂમ શૌચાલય, એલઈડી લાઇટ, દરેક સીટ નીચે ચાર્જિંગ પોઈન્ટ, હરેક સીટ નીચે રીડિંગ લાઇટ, એન્ટેલિજન્સ એર કંડીશનિંગ સિસ્ટમ, દિવ્યાંગો માટે વ્હીલ ચેર, સીસીટીવી, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા જેવી સુવિધાઓ છે.HS