નાણામંત્રી ર્નિમલા સીતારમણે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી

નવીદિલ્હી, નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત કરી છે. . આ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ એનપીએસમાં યોગદાન પર ટેક્સમાં છૂટ મળશે.
નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન યોજનામાં યોગદાન પર ૧૪% સુધીની કર રાહત મળે છે, જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦% મળે છે. તેમાં ફેરફાર કરીને રાજ્ય સરકારને ૧૪% ટેક્સ રાહત આપવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ એનપીએસમાં યોગદાન પર ટેક્સમાં છૂટ મળશે.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે.તેમણે પોસ્ટઓફિસની સેવાને વધુ અધતન બનવા માટે ખાસ મોટી જાહેરાત કરી છે. પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફર પણ શક્ય બનશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. ૭૫ જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે. ૨૦૨૨થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે.
પોસ્ટ ઓફિસમાં એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત બજેટમાં વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત કરાઇ છે. ૨૦૨૨-૨૩થી જ ચિપવાળા ઇ-પાસપોર્ટ અપાશે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં ૩૦૦ નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે.નાણામંત્રી ર્નિમલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે, આપણે આઝાદીના ૭૫માં વર્ષમાં છીએ. આ બજેટમાં આગામી ૨૫ વર્ષ માટેની બ્લુ પ્રિન્ટ છે.HS