નાથાલાલ ઝઘડા બ્રીજ પરથી રૂ.૧ર લાખની રેલીંગો તૂટી ગઈ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ખોખરા વિસ્તારના રેલવેબ્રીજ નું કામ મંથરગતિ એ ચાલી રહયું હોવાથી નાથાલાલ ઝગડાબ્રીજ પરથી કાયમી ધોરણે રેલીંગ નાંખવા ટોરેન્ટ પાવર સામે કડક કાર્યવાહી કરવા તથા હેરીટેજ વોકના રૂટ પર આવતી પોળોનું બ્યુટીફીકેશન કરવા માટે મ્યુનિ. શાસકપક્ષ દ્વારા સુચનો કરવામાં આવ્યા છે. જયારે રોડ પર પાર્કીગ બદલ સોસાયટીઓ પાસેથી પાર્કીગ રકમ લેવામાં આવશે.
તે બાબત પાયાવિહોણી મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ નાથાલાલ ઝગડા બ્રીજ પર લગાવવામાં આવેલ રેલીંગ વારંવાર તૂટી જાય છે. જેના પરીણામે ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે.
તેથી બ્રીજ પર કાયમી ધોરણે સેન્ટ્રલ વર્જ તૈયાર કરવામાં આવશે. બ્રીજ પર ખોદકામ કરી આર.સી.સી. કામ થઈ શકે તેમ ન હોવાથી પાઈપો ફીટ કરવામાં આવશે. ખોખરા રેલવેબ્રીજ ના કામમાં રેલવે ઓથોરીટી દ્વારા ધીમી ગતિએ કામ ચાલી રહયું છે. દાણીલીમડાના આંબેડકર બ્રીજ પર ખાડા પડી ગયા છે.
તેમજ વ્યવસ્થિત સફાઈ થતી ન હોવાની ફરીયાદો મળી છે. જવાબદાર વિભાગને આ અંગે સુચના આપવામાં આવી છે. શહેરના ટ્રાફિક સિગ્નલો (જંકશનો) પર લેફટર્નની સમસ્યા જાવા મળે છે. તેથી કોર્પોરેશન દ્વારા જગ્યા ખુલ્લી કરી અથવા બેરીકેટ મુકીને લેફટટર્નની સમસ્યા હળવી કરવામાં આવશે. ટોરેન્ટ પાવર દ્વારા ખાડા ખોદયા બાદ પેચવર્ક કરવામાં આવે ેછ.
પરંતુ કામની ગુણવત્તા અત્યંત નબળી હોય છે. તેથી આ મુદ્દે ટોરેન્ટ સાથે વધુ એક વખત મીટીંગ કરવામાં આવશે. ત્યારબાદ પણ સુધારો નહી થાય તો દંડની રકમમાં વધારો કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે.! રાજય સરકારની રી-ડેવલપમેન્ટ યોજનામાં હાઉસીંગ બોર્ડના મકાનો માટે કમીટીમાં ખાસ ચર્ચા થઈ હતી. હાઉસીગ બોર્ડ દ્વારા જે તે સમયે માત્ર રૂ.એક માં પઝેશન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ મુળ માલિક દ્વારા મિલ્કત વેચાણ કરવામાં આવ્યા હોય તો દસ્તાવેજ વેચાણકરારને ધ્યાનમાં લઈને રી-ડેવલપમેન્ટ યોજનાનો લાભ આપવામાં આવશે.
ઉ.પશ્ચિમઝોનમાં ડહોળા પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. જાસપુર પ્લાન્ટમાં કલોરીફીકેશનનું કામ થયા બાદ શુધ્ધ પાણી સપ્લાય થઈ રહયું છે. નવા ઝોનમાં જે તે સોસાયટીના રાજયમાં પાણી સપ્લાય થાય છે તે નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં તેમજ નવા વિસ્તારોમાં પણ આ જ નીતિનો અમલ થઈ આવી શકે છે. ચોમાસાની લગભગ વિદાય થઈ ચુકી છે. તેથી રોડ રીસરફેલ ના કામો ઝડપથી શરૂ કરવામાં આવશે. તેથી સાથે રોડ પર થર્મોપ્લાસ્ટ ના કામ પણ કરવા માટે સુચના આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી જાહેરમાર્ગ પર વાહનો પાર્ક કરનાર સ્થાનિક રહીશો પાસેથી પાર્કીગ ચાર્જ કે દંડ વસુલાત કરવાની વાતો ચાલી રહી છે. જે તદ્દન પાયાવિહોણી છે. મ્યુનિ. કોર્પોરેશને આ અંગે કોઈ જ નિર્ણય કર્યો નથી. તથા જાહેરાત પણ કરી નથી. પરંતુ પાર્કીગ સમસ્યા ના કારણો કેટલીક સોસાયટીના રહીશોએ આ પ્રકારની માંગણી કરવામાં આવી છે.
ઓઢવ વિસ્તારની રાજેન્દ્રપાર્ક સોસાયટી પાસેની સોસાયટીઓમાં પાર્કીગની પુરતી સુવિધા નથી. તેથી જાહેરમાર્ગ પર ફ્રી લઈને પાર્કીગ સુવિધા આપવા માટે માંગણી થઈ છે. હેરીટેજ વોકમાં વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહયા છે. તેથી રૂટ પર ની પોળોના બ્યુટીફીકેશન કરવામાં આવશે. ઘોડાસર જંકશન તથા મણીનગર રેલવે ક્રોસીગ બ્રીજ માટે ઘણા સમયથી જાહેરાત થઈ છે.
ઘોડાસર બ્રીજની જાહેરાત બે વર્ષ અગાઉ કરવામાં આવી હતી. પરંતુ બ્રીજ પ્રોજેકટ વિભાગ દ્વારા હજી સુધી ફીઝીબીલીટી રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો નથી. જવાબદાર અધિકારીને આ અંગે તાકીદ કરવામાં આવી છે. તથા આ બંને સ્થળે બ્રીજ થઈ શકશે કે કેમ ? તેના સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.