Western Times News

Gujarati News

નાનકદેવજી ૫૫૦ પ્રકાશપર્વ ઉજવણી 

નનકાના સાહેબથી Nanka Sahib શરુ થયેલી ગુરુગ્રંથ સાહેબ પાલખી યાત્રાનું Palakhi yatra ગુજરાતમાં આગમન
… … … …
ગુજરાતની જનતા જનાર્દન વતી પાલખી યાત્રાનું  સ્વાગત-આવકાર કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

ગુરુનાનક Gurunanak માત્ર શીખ સમાજ નહીં પણ સમગ્ર દેશના રાહબર સંત.
ગુરુ નાનકના આદર્શો પર ચાલીને જ શીખ સમાજ ગુલામી સામે લડ્યો.
ગુજરાત અને શીખ સમુદાયના સંબંધ અતૂટ રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુરુનાનક માત્ર શીખ સમુદાયના નહીં પરંતુ ભારત દેશના માર્ગદર્શક સંત હતા. ગુરુ નાનકે દર્શાવેલા વીરતા અને કુરબાનીના આદર્શો પર ચાલીને શીખ સમુદાય ગુલામી સામે લડ્યો હતો અને રાષ્ટ્રપ્રેમની મિશાલ કાયમ કરી છે.

ગુરૂ નાનક દેવજી ૫૫૦માં પ્રકાશપર્વ નિમિત્તે ગુરુગ્રંથ સાહેબની પાલખીયાત્રાનું અમદાવાદમાં સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર ગુરૂગ્રંથ સાહેબની પાલખી પધારી એ ગુજરાતની માટે સૌભાગ્યની વાત છે.
ગુજરાતના સદભાગ્ય છે કે, ગુરુનાનકના પંચ પ્યારેમાંના એક મોહકમસિંહ ગુજરાતી હતા. ગુજરાતના લખપત ગુરુદ્વારામાં ગુરુ નાનકજી રોકાયા હતા. એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત અને શીખ સંપ્રદાય વચ્ચે અલગ અને આગવો સંબંધ છે. રાજ્ય સરકારે સંબંધનો આ સેતુ કાયમ રાખવા અનેક પગલા લીધા છે.  લખપત અને બેટ દ્વારકાના ઐતિહાસિક ગુરુદ્વારા ને નવપલ્લવિત કરવાનું કાર્ય આ સરકારે કર્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રંથ સાહેબની પાવન પાલખી તા ૧ જૂન ૨૦૧૯ ના રોજ નનકાના સાહેબ પાકિસ્તાનથી નીકળી છે, જે ૨ નવેમ્બર ૨૦૧૯ ના રોજ સુલતાનપુર, પંજાબ ખાતે વિરામ પામશે. આ યાત્રાના આવકાર વેળાએ ધારાસભ્યશ્રી જગદીશભાઇ પંચાલ , લઘુમતિ વિકાસ નિગમના અધ્યક્ષા શ્રીમતી પરમજીત કૌર, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અગ્રણીઓ અને શિખ સમુદાયના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.