નાના કોટડા ગામના પ્રેમી પંખીડા સિમાડાના કૂવામાં છલાંગ લગાવી પ્રેમપ્રકરણનો અંત આણી મોતને ભેટ્યા
(પ્રતિનિધિ)નેત્રામલી, ઇડર તાલુકાના નાના કોટડા ગામમાં વાધેલા પરિવાર માંથી એકજ કુટુંબના યુવક – યુવતી પ્રેમ માં બંધાયા હતા પરંતુ પરિવારજનો ની ધાક ને કારણે ચારેક દિવસ પહેલાં બંને પ્રેમીપંખીડા ધર છોડીને ભાગી ગયા હતા. જેની જાણ પરિવારજનોને થતાં તેમને શોધખોળ આદરી હતી પરંતુ તેમની કોઈ ભાળ મળી ન હતી ત્યારે શનિવારની સાંજે ગામના સિમાડા માં આવેલા કૂવા માલિક ને દુર્ગંધ મારતી હોય કૂવાની અંદર નજર નાખતા પાણી ની અંદર બે લાશો તરતી જોવા મળી હતી જેની જાણ ઇડર પોલીસ ને કરતાં પોલીસ ધટનાસ્થળે પહોંચી બંને લાશને મોડી રાત્રે બહાર નિકાળતા બંને પ્રેમીપંખીડા ની ઓળખ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઇડર તાલુકાના નાના કોટડા ગામના વાધેલા પિન્ટુભાઈ વિનુભાઈ અને વાધેલા અનિતાબેન બાબુભાઈ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
પરંતુ આ સંબંધ પરિવારના લોકોને માન્ય નહતો જેથી બંને પ્રેમી પંખીડા આજથી ચારેક દિવસ પહેલાં ધરછોડીને ભાગી ગયા હતા અને સિમાડાના કૂવા માં છલાંગ લગાવી મોતને ભેટ્યા હતા. આ બંને જણાની ભાગી ગયાની જાણ પરિવારજનોને થતાં બંનેના સગાંસંબંધીઓએ ભારે શોધખોળ આદરી હતી પરંતુ તેમની કોઈ ભાળ મળી નહતી. ત્યારે નાના કોટડા ના સુરરોડ પંથકમાં આવેલા મિસ્ત્રી જંયતિભાઈ વાસુદેવભાઇ ના કૂવા ઉપર ખૂબ જ દુર્ગંધ મારતી હોવાથી કૂવાના માલિકે કૂવાની અંદર નજર નાખતા પાણી ની અંદર બે મૃતદેહ નજરે પડતાં ઇડર પોલીસ ને જાણ કરી હતી પોલીસ દ્વારા ધટના સ્થળે પહોંચી બંને મૃતદેહ ને બહાર કાઢી તપાસ કરતા ભાગી ગયેલા બંને પ્રેમી પંખીડા હોવાનું જાણવા મળતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.