નાના-નાની સોનમ માટે ગ્રાન્ડ બેબી શાવર યોજશે

હાલ સોનમ કપૂરનું ત્રીજું ટ્રાયમેસ્ટર ચાલી રહ્યું છે અને ડિલિવરી પહેલા જ તે મુંબઈ આવી ગઈ છે
અનિલ-સુનિતા કપૂરે પસંદ કરી છે ખાસ જગ્યા
મુંબઈ,બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલ પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓ માણી રહી છે. સોનમ કપૂર અને પતિ આનંદ આહુજાનું આ પહેલું સંતાન છે. સોનમ કપૂર ડિલિવરી પહેલા લંડનથી પોતાના પિયર મુંબઈ આવી ગઈ છે. સોનમ કપૂર અહીં કેવી રીતે દિવસો પસાર કરી રહી છે તેની ઝલક સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને બતાવી રહી છે.
સોનમ કપૂર લંડનમાં હતી ત્યારે તેના ફ્રેન્ડ્સે તેના માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું. હવે મુંબઈમાં પણ તેનું બેબી શાવર યોજાવાનું છે. સોનમ કપૂરના પેરેન્ટ્સ અનિલ કપૂર અને સુનિતા કપૂર તેના માટે બેબી શાવર આયોજિત કરવાના છે. પિંકવિલાના અહેવાલ પ્રમાણે, નાના-નાની બનવા જઈ રહેલા અનિલ કપૂર અને સુનિતા કપૂર ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ સોનમ માટે કપૂર સ્ટાઈલમાં બેબી શાવર યોજવાના છે. અનિલ અને સુનિતા કપૂર બોહિમીન થીમ બેબી શાવર આયોજિત કરવાના છે.
સોનમ કપૂરનું બેબી શાવર તેનાં માસી કવિતા સિંહના બાંદ્રામાં આવેલા બંગલામાં યોજાવાનું છે. ખાસ વાત એ છે કે, આ એ જ બંગલો છે જેમાં સોનમ અને આનંદે લગ્ન કર્યા હતા. ગ્રાન્ડ બેબી શાવરમાં મનોરંજન જગતમાંથી કોણ-કોણ હાજર રહે છે તે જાેવાનું રસપ્રદ બની રહેશે. પ્રેગ્નેન્સીના ત્રીજા ટ્રાયમેસ્ટમાં રહેલી સોનમ મેટરનિટી ફોટોશૂટ કરાવી રહી છે, બહેન રિયા સાથે મળીને આવનારા બાળક માટે ખરીદી કરી રહી છે. ઉપરાંત સોનમ પ્રેગ્નેન્સીમાં ફિટનેસનું પણ ધ્યાન રાખે છે.
હાલમાં જ સોનમે મુંબઈ આવ્યા બાદ કસરત કરતો પોતાનો વિડીયો શેર કર્યો હતો. સોનમે અગાઉ પ્રેગ્નેન્સી વિશે વાત કરતાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, પ્રેગ્નેન્સી દરમિયાન કેવા-કેવા પડકારો આવશે તેના માટે કોઈ તમને તૈયાર નથી કરતું. આ મુશ્કેલ છે. દર અઠવાડિયે, દરરોજ શરીરમાં ફેરફાર થાય છે અને નવા-નવા સેન્સેશન અનુભવાય છે. કેટલીકવાર હું ઊંઘ નથી શકતી કારણકે વારંવાર બાથરૂમ જવું પડે છે. તો ક્યારેક હું ૧૦-૧૨ કલાક સુધી ઊંઘ્યા જ કરું છું અને કોઈ મને ઉઠાડી નથી શકતું.
સામાન્ય રીતે હું જલ્દી ઉઠી જાઉં છું પરંતુ એકવાર સવારના સાડા આઠ થયા છતાં મારી આંખ નહોતી ઊઘડતી. જણાવી દઈએ કે, સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે મે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. આ વર્ષે માર્ચ મહિનામાં સોનમ કપૂરે પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. જે બાદ સોનમ બેબીમૂન માટે ઈટાલી ગઈ હતી. પતિ સાથે બેબીમૂન માણ્યા પછી તે લંડનમાં પોતાના ઘરે રોકાઈ હતી. હવે થોડા દિવસ પહેલા જ તે મુંબઈ પાછી ફરી છે ત્યારે તેની ડિલિવરી અહીં જ થશે તેવો અંદાજાે છે. મીડિયા રિપોર્ટ મુજબ, સોનમ-આનંદના પહેલા સંતાનનો જન્મ ઓગસ્ટમાં થશે.ss1