નાના ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના આશીર્વાદરૂપ
રાજયના બે લાખથી વધુ ફેરિયાઓને સ્વનિધિ યોજના અંતર્ગત રૂ.૨૯ લાખથી વધુની સહાય મળી
કોવિડ-૧૯ લોકડાઉનને કારણે પ્રતિકૂળ અસર પામેલા ફેરિયાઓને તેમની આજીવિકા ફરી શરૂ કરવા માટે સસ્તી વર્કિંગ કેપિટલ લોન આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા પીએમ સ્વનિધિ યોજના તા. ૦૧જૂન, ૨૦૨૦ના રોજ શરૂ કરવામાં આવી છે, જે યોજના નાના ફેરિયાઓ માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે. આ યોજના અતર્ગત રાજયના બે લાખથી વધુ ફેરિયાઓને પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત રૂ.૨૯ થી વધુની સહાય મળી ચૂકી છે.
પીએમ સ્વનિધિ યોજના હેઠળ રૂ. ૧૦ હજાર સુધીની લોન આપવામા આવે છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં એપ્રિલ ૨૦૨૨સુધીમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારના ૨,૩૯,૨૦૪ ફેરિયાઓની અરજી મંજૂર કરવામા આવી છેજેમાંથી ૨,૧૨,૧૩૫ ફેરિયાઓને ચૂકવણું કરવામાઆવ્યું છે.
આ યોજના થકી ડીજીટલ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલમાં તેમની મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં ૨૦હજાર કરોડથી વધુના ડિજીટલ ટ્રાન્ઝેક્શન અત્યારે થઇ રહ્યા છે. ગુજરાતમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરીયાઓને માસિક મહત્તમ રૂ.૧૨૦૦/- કેશ બેક મળવા પાત્ર છે. તેમાં ફેરીયાઓએ અત્યાર સુધી કુલ રૂ. ૨૯,૦૧,૨૫૯/-નું કેશબેક મેળવ્યું છે.