નાના ભાઈ જેહનું ખૂબ ધ્યાન રાખે છે તૈમૂર અલી ખાન

મુંબઇ, સૈફ અલી ખાન અને કરીના કપૂર જેટલા ચર્ચામાં રહે છે તેટલા જ તેમના બંને દીકરાઓ તૈમૂર અને જેહ પણ પોપ્યુલર છે. તૈમૂર તો જન્મ્યો ત્યારથી જ સેલિબ્રિટીઝ, મીડિયાના ફોટોગ્રાફર્સનો ફેવરિટ છે. સોશિયલ મીડિયા પર તૈમૂરના ઢગલાબંધ ફેનપેજ છે જ્યાં તેની તસવીરો વાયરલ થતી રહે છે.
હવે તેનો નાનો ભાઈ જેહ પણ ફેન્સ વચ્ચે લોકપ્રિય થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સૈફની બહેન સબાએ હાલમાં જ તૈમૂર અને જેહની સુંદર તસવીર શેર કરી છે. જેમાં તૈમૂર નાના ભાઈનું ધ્યાન રાખતો અને તેને સાચવતો જાેવા મળી રહ્યો છે.
સબાએ બે ફોટોઝ શેર કર્યા છે. જેમાંથી પહેલી તસવીરમાં તૈમૂર અને જેહ સોફા પર બેઠેલા છે. એવામાં જેહ ભાંખોડિયા ભરીને ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. એ વખતે મોટાભાઈએ તેને પકડી લીધો હતો. ફોટોમાં તૈમૂરની આંખો બંધ આવી છે જ્યારે જેહ પોતાની જ મસ્તીમાં છે અને કેમેરામાં તેનું ધ્યાન નથી. બીજી તસવીરમાં જેહ અને તૈમૂર બંને સોફામાં બેઠા છે અને તેમની પીઠ દેખાય છે.
તૈમૂરે જેહના ગળે હાથ વીંટાળીને તેને પકડી રાખ્યો છે. જેહ અને તૈમૂરની આ તસવીર સબાએ ક્લિક કરી છે. તેણે ફોટો શેર કરતાં લખ્યું, “મંચકિન્સ. હું તારી પડખે છું નાના ભાઈ. #timtim #jehjaan. વાસ્તવિકતા. ભાઈઓ.” ફોટોમાં જાેઈ શકો છો કે તૈમૂરે લાયન પ્રિન્ટનો કુર્તો અને પાયજામો પહેર્યો છે.
જ્યારે જેહ બ્લૂ રંગની ટી-શર્ટમાં જાેવા મળે છે. ફેન્સે કોમેન્ટ કરીને જેહ અને તૈમૂરના લૂકને તેમના મમ્મી-પપ્પા સાથે સરખાવ્યો છે. એક યૂઝરે લખ્યું, ‘ટિમ ડિટ્ટો સૈફની કોપી લાગે છે અને જેહ બેબોની કોપી છે. મિનિ સૈફીના. ખૂબ વહાલા લાગે તેવા બાળકો છે.
જેહના ગાલ તો જુઓ.” અન્ય એક યૂઝરે તૈમૂરની સરખામણી સૈફના મોટા દીકરા ઈબ્રાહિમ (સૈફ-અમૃતાનો દીકરો) સાથે કરી છે. આ સિવાય બીજા ફેન્સે પણ સૈફ-કરીનાના બાળકોને ક્યૂટ કહ્યા છે. સબાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક કોલાજ પણ શેર કર્યો છે.
જેમાં તૈમૂર અને તેના દાદા મન્સૂર અલી ખાન પટૌડીની તસવીરો છે. મન્સૂર અલી ખાનનો બાળપણનો ફોટો છે તેમાં તેમનો અને તૈમૂરનો પોઝ સરખો છે. સબાએ આ કોલાજ શેર કરતાં લખ્યું, “વારસાગત કરિઝ્મા છે. તૈમૂર તેના દાદા મન્સૂર અલી ખાન પટૌડીની જેમ ઊભો છે.SSS