નાનીએ આપેલી સાડી પહેરીને સયંતની ઘોષે સગાઈ કરી
મુંબઈ, સીરિયલ ‘તેરા યાર હૂં મેં’ની એક્ટ્રેસ સયંતની ઘોષ આજે એટલે કે ૫ ડિસેમ્બરે બોયફ્રેન્ડ અનુગ્રહ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના આગલા દિવસે એટલે ૪ ડિસેમ્બરે સગાઈ કરી હતી. સયંતની અને અનુગ્રહ કોલકાતામાં લગ્ન કરવાના છે.
ત્યારે કપલે નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં સગાઈ પણ અહીં જ કરી હતી. સગાઈ માટે સયંતનીએ લાલ રંગની ટ્રેડિશનલ સાડી પર પસંદગી ઉતારી હતી. સંયતનીએ લાલ સાડી ગોલ્ડન રંગના બ્લાઉઝ અને ગોલ્ડ જ્વેલરી સાથે પહેરી હતી.
સગાઈ બાદ પોતાની એંગેજમેન્ટ રિંગ બતાવતી તસવીર સયંતનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. સયંતનીએ સગાઈમાં પહેરેલી સાડી પણ તેના માટે ખૂબ ખાસ હતી. એક્ટ્રેસે પોતાની સાડી અંગે વાત કરતાં જણાવ્યું કે, મારા નાનીનું ૨૦૨૦માં નિધન થયું હતું.
હું તેમની ખૂબ નજીક હતી. મારા ખાસ દિવસે હું તેમની હાજરી મહેસૂસ કરવા માગતી હતી અને મને ખાતરી છે કે તેમના આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે. મારા નાની યાદમાં મેં તેમણે આપેલી આ સાડી મારી સગાઈમાં પહેરવાનો ર્નિણય લીધો હતો.
સયંતનીનો ફિઆન્સે અનુગ્રહ પણ ટ્રેડિશનલ કુર્તા અને હાફ જેકેટમાં જાેવા મળ્યો હતો. મેચિંગ કપડાંમાં કપલે સગાઈ બાદ પોઝ આપ્યા હતા. સંબંધને નામ આપવાની ખુશી બંનેના ચહેરા પર વર્તાતી હતી. સયંતનીની સગાઈ બાદ તેની હલદી સેરેમનીની તસવીરો પણ સામે આવી છે. સયંતની અને અનુગ્રહની હલદી સેરેમની પણ સાદગીથી જ યોજાઈ હતી.
સામે આવેલી તસવીરોમાં પરિવારજનો તેમને પીઠી લગાવતાં દેખાઈ રહ્યા છે. સયંતની અને અનુગ્રહના લગ્ન એક્ટ્રેસના હોમટાઉન કોલકાતામાં સાદગીથી થવાના છે. જ્યારે રિસેપ્શન અનુગ્રહના હોમટાઉન જયપુરમાં યોજાશે. જણાવી દઈએ કે, આઠ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ કપલે લગ્નનો ર્નિણય કર્યો છે.SSS