નાની ઉંમરે ઇક્વિટીમાં બચત દ્વારા લાંબાગાળે સંપત્તિ સર્જન માટે પ્રોત્સાહન જરૂરીઃ પુનીત મહેશ્વરી
અપસ્ટોક્સના ડાયરેક્ટર પુનીત મહેશ્વરીએ કહ્યું હતું કે, “અત્યારે નાણાકીય રોકાણકારોનાં સૌથી કુશળ વર્ગ તરીકે મિલેનિયલ્સ બહાર આવ્યાં છે. રોકાણકારોના આ નવા સમુદાયને નાની ઉંમરે ઇક્વિટીમાં તેમની બચત કરવા અને સંપત્તિના સર્જનની સફર શરૂ કરવા પ્રોત્સાહન આપવાની જરૂર છે. વર્ષ 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરનાં અર્થતંત્રનું નિર્માણ કરવાના ઉદ્દેશને હાંસલ કરવા સરકારે ચુકવવામાં આવતા ડિવિડન્ડ પર કરવેરાને નાબૂદ કરવાની વિચારણા હાથ ધરવી જોઈએ.
અન્ય મહત્ત્વપૂર્ણ પાસું છે – સ્ટોક માર્કેટમાં ફાયદા પર કરવેરાને વધારે સરળ બનાવવાનું. અત્યારે અંદાજિત આવક, વ્યવસાયની આવક, શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ-ટર્મ કેપિટલ ગેઇન જેવા વિવિધ વર્ગો છે. આને ફક્ત ત્રણ કેટેગરીમાં વિભાજીત કરવા જોઈએઃ 1) વ્યવસાયની આવક 2) લોંગ-ટર્મ કેપિટલ ગેઇન અને 3) શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન. એનાથી કરદાતાઓની દ્રષ્ટિએ આવકનું વર્ગીકરણ સરળ થશે અને કરવેરાનાં મહત્ત્વપૂર્ણ ભારત તરફ દોરી નહીં જાય.
ભારત દુનિયાના બહુ ઓછા દેશોમાં સામેલ છે, જ્યાં STT/CTT અને કેપિટલ ગેઇન એમ બંને લાગુ પડે છે. આ કલમ 88ઇ અંતર્ગત STT પર રિબેટ પ્રદાન કરવામાં મદદરૂપ થશે. કલમ 88ઇને ફરી પ્રસ્તુત કરવાથી વોલ્યુમ વધારવામાં મદદ મળશે, જેથી STT/CTTમાંથી વધારે આવક થશે.”