નાની બચતની યોજનાઓ પર વ્યાજદર ઘટાડવા માટે RBIનું સૂચન
નવીદિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાની બચત યોજનાઓ ઉપર વ્યાજદરમાં ઘટાડો કરવાની દિશામાં આગળ વધવા માટે સરકારને અપીલ કરી છે. પીપીએફ અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ જેવી નાની બચતની યોજનાઓ ઉપર વ્યાજદરને ઘટાડી દેવા માટે અપીલ કરવામાં આવી છે. આનાથી બેંકો ડિપોઝિટ અને લોન ઉપર કેટલીક રાહત અનુભવ કરી શકશે. રિઝર્વ બેંકના રેટ કટના વધુ સારા ટ્રાન્સમિશન તરફ આ પગલા દોરી જશે. રિઝર્વ બેંક માને છે કે, નાની બચતની યોજનાઓ ઉપર રેટમાં ઘટાડાથી બેંકો ડિપોઝિટ રેટમાં કાપ મુકી શકશે. સપ્ટેમ્બરના અંતમાં છેલ્લી વખતે નાની બચતની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા નાની બચતની સ્કીમ ઉપર વ્યાજદરમાં કોઇ ફેરફાર કરાયા નથી.
બેંકોની રજૂઆત છે કે, નાની બચતની યોજનાઓમાં કોઇ જારદાર ઘટાડો નહીં થવાના પરિણામ સ્વરુપે ડિપોઝિટરો ફિક્સ્ડ ડિપોઝિટથી આ સ્કીમ તરફ આગળ વધી રહ્યા છે જેમાં વધુ સારા વેતનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઘણા લોકો પીપીએફ તરફ વધી રહ્યા છે. ટેક્સ બેનિફિટના લાભઉઠાવવા લોકો આગળ વધી રહ્યા છે જેથી વાસ્તવિક રિટર્ન ખુબ ઉંચા થઇ ચુક્યા છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ જે પાંચ વર્ષમાં ગણવામાં આવે છે તેમાં વ્યાજદર ૭.૭ ટકાનો રહેલો છે જ્યારે સિનિયર સિટિઝનો માટે બચત સ્કીમ જે પાંચ વર્ષની છે તેમાં નાની બચતના રેટ ૮.૬ ટકા છે. આવી જ રીતે એનએસસીમાં પાંચ વર્ષ માટે નાની બચતના દરો ૭.૯ ટકા છે. પીપીએફમાં રેટ .૯ ટકા, કિસાન વિકાસ પત્રમાં ૭.૬, સુકન્યા સમૃદ્ધિમાં ૪.૮ ટકાના રેટ રહેલા છે.
નાણામંત્રાલય તરફથી આ અંગેની માહિતી હાલમાં આપવામાં આવી છે. ફેબ્રુઆરી બાદથી આરબીઆઈ દ્વારા પોલિસી રેટમાં ૧૩૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે પરંતુ સરેરાશ બેંકો દ્વારા ડિપોઝિટના રેટમાં ઓછો ઘટાડો કર્યો છે. સરકારે વ્યાજદરો નજીવા ફેરફારો કર્યા છે. આર્થિક સુસ્તીની Âસ્થતિ વચ્ચે નાણામંત્રાલય દબાણ હેઠળ છે.