નાની મધુ ચોપરાના ખોળામાં દેખાઈ માલતી

મુંબઈ, ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. અવારનવાર તે પોતાના પતિ અને અમેરિકન સિંગર નિક જાેનસ સાથેની તસવીરો શેર કરતી રહે છે. પ્રિયંકા અને નિક ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં પેરેન્ટ્સ બન્યા હતા.
કપલની દીકરીનો જન્મ સરોગસીથી થયો છે. દીકરી ઘરે આવ્યા બાદ પ્રિયંકાએ તેની ઝલક બતાવી હતી. હવે, મમ્મી મધુ ચોપરાના બર્થ ડે પર પ્રિયંકાએ દીકરી માલતી મેરી ચોપરા જાેનસની વધુ એક તસવીર શેર કરી છે. ફોટોમાં મધુ ચોપરાંએ દોહિત્રીને ખોળામાં લીધી છે અને પ્રિયંકા પણ તેને પ્રેમથી નિહાળી રહી છે.
પ્રિયંકાએ શેર કરેલી આ તસવીરમાં ત્રણ પેઢી એકસાથે જાેવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાએ મમ્મીના બર્થ ડે પર આ ફોટો શેર કરતાં લખ્યું, “હેપી બર્થ ડે મમ્મા. તું તારું ચેપી સ્મિત હંમેશા ફેલાવતી રહે. તારા અનુભવો અને જિંદગી જીવવાના ઉત્સાહથી મને દરરોજ પ્રેરણા આપતી રહે છે. છેલ્લા થોડા સમયમાં મેં કોઈ બેસ્ટ બર્થ ડે સેલિબ્રેશન જાેયું હોય તો એ તારી યુરોપની સોલો ટ્રીપ છે. નાની તમને ખૂબ પ્રેમ કરું છું.”
આ સિવાય પ્રિયંકાએ પોતાના મમ્મીનું એક રીલ પણ શેર કર્યું છે. જેમાં નાચતાં, ફરતાં અને જિંદગી જીવતાં જાેવા મળે છે. આ રીલ શેર કરીને પણ પ્રિયંકાએ પોતાની મમ્મીને બર્થ ડેને શુભકામના આપી હતી. પ્રિયંકાના પતિ નિક જાેનસે પણ સાસુ સાથેની તસવીર શેર કરતાં લખ્યું, મારા અતુલ્ય સાસુને જન્મદિવસની શુભેચ્છા.
મધુ ચોપરાએ પણ પોતાની યુરોપ ટ્રીપ વખતે કરેલા બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવી છે. તેમણે એક રેસ્ટોરાંમાંથી ફોટો શેર કરતાં લખ્યું, “બાર્સેલોનામાં બર્થ ડે. આભાર મુસ્તાક. પ્રિયંકા ચોપરાનાં મમ્મી મધુ અવારનવાર તેની અને નિક સાથે તેમના યુએસના ઘરમાં સમય વિતાવતાં જાેવા મળ્યા છે.
કેટલીય વાર તો કપલ સાથે ટ્રીપ પર પણ જતાં જાેવા મળ્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા હવે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં જાેવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પણ છે. ઉપરાંત પ્રિયંકા રુસો બ્રધર્સની ‘સિટાડેલ’માં પણ દેખાશે. આ સિવાય એક્ટ્રેસ પાસે ‘એન્ડિંગ થિંગ્સ’ અને ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ જેવા હોલિવુડ પ્રોજેક્ટ પણ છે.SS1MS