નાફેડ જમ્મુ કાશ્મીરમાં બાગવાની ક્ષેત્રમાં ૧૭૦૦ કરોડનું રોકાણ કરશે
નવીદિલ્હી, નવા વર્ષના શુભારંભ પર જમ્મુ કાશ્મીરમાં બાગવાની ક્ષેત્ર માટે સારા સમાચાર છે દેશમાં કૃષિ ઉત્પાદન માટે સહકારિતા માર્કેટીગના મુખ્ય સંગઠન નેશનલ એગ્રેકલ્ચર કો ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ) જમ્મુ કાશ્મીરમાં આગામી પાંચ વર્ષોમાં સફરજન અખરોટ ચેરી અને અન્ય બાગવાની ઉત્પાદનોને પ્રોત્સહન આપવા માટે ૧૭ સો કરોડ રૂપિયાનું રાકોણ કરશે.
૫૫૦૦ હેકટર ભૂમિ પર ઉચ્ચ ધનત્વ વૃક્ષા રોપણ કરવામાં આવશે નવીદિલ્હીમાં જમ્મુ કાશ્મીર સરકાર અને નાફેડ વચ્ચે એતિહાસિક સમજૂતિ પર સહી કરવામાં આવી છે ઉપરાજયપાલ મનોજ સિન્હાની હાજરીમાં કૃષિ અને બાગબાની વિભાગના મુખ્ય સચિવ નવીનકુમાર ચૌધરી અને નાફેડના પ્રબંધ નિદેશક સંજીવ કુમાર ચઢ્ઢાએ સમજૂતિ પર સહમતિ પર સહી કરી
આ મહત્વપૂર્ણ સમજૂતિથી જમ્મુ કાશ્મીરમાં સફરજ અખરોટ ચેરી ફુલો વગેરેના વૃક્ષ ઉચ્ચ ધનત્વ પર લગાવવામાં આવશે.
અને ેનાથી કિસાનોની આવકમાં ત્રણથી ચાર ગણો વધારો થશે નાફેડ આગામી ત્રણ મહીનામાં પ્રદેશના પ્રત્યેક જીલ્લામાં વીસ કિસાન ઉત્પાદક સંગઠનોને પણ સ્થાપિત કરશે ૫૦૦ કરોડની રકમથી કટુઆ ઉત્તરી કાશ્મીર અને દક્ષિણ કાશ્મીરમાં ત્રણ કોલ્ડ સ્ટોરેજ કલસ્ટરોને પણ સ્થાપિત કરવામાં આવશે તમામ પ્રીમીયમ બાગવાની ઉત્પાદનોને જીઆઇ ટેગ કરવામાં આવશે સફરજ અખરોટ ચેરી ઓલિવ અને લીચી વગેરે બાગબાની ઉત્પાદનોની બ્રાંડિગ અને માર્કેટીગ પણ કરવામાં આવશે સમજૂતિ બાદ એલજી મનોજ સિન્હાએ કહ્યું કે જમ્મુ કાશમીર ચાર મુદ્દાા પરપ્રાથમિકતાના આધાર પર કામ કરી રહ્યું છે તેમાં ટેકનીકથી ઉત્પાદન વધારવું શ્રેષ્ઠ મૂલ્યને સુનિશ્ચિત કરવું અને માર્કેટ સપોર્ટ જાેખમને ઓછા કરવા અને સંબંધિત ગચિવિધિઓના માધ્યમથી વિવિધતા લાવવાનું સામેલ છે તેમણે કહ્યું કે જમ્મુ તાલુકામાં બાગબની ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મુકવામાં આવશે નાફેડ કિશ્તવાડ અને ભદ્વવાહમાં સફરજના ઉચ્ચ ધનત્વ પૌઘરોપણની સંભાવનાઓને પણ શોધશે.
નાફે.ના પ્રબંધ નિદેશક સંજીવ કુમાર ચઢ્ઢાએ કહ્યું કે સંગઠન તબક્કાવાર રીતે કામ કરશે અને જમ્મુ તાલુકામાં એરોમેટિક વૃક્ષોને લોકપ્રિય બનાવવા પર વિશેષ ભાર મુકશે હાઇબ્રિડ શાફભાજીના બીજ અને હાઇવેલ્યુ એગ્ટિક સાકભાજીના બીજ પર પણ ભાર મુકવામાં આવશે.HS