Western Times News

Gujarati News

નાબાર્ડે બનાવેલી સંભવિત લિંકડ ક્રેડિટ યોજનાનો મહિસાગર જિલ્લામાં પ્રારંભ

લુણાવાડા: મહીસાગર જિલ્લામાં નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી સંભવિત લિંક્ડ ક્રેડિટ યોજના ૨૦૨૦-૨૧નો ઇનચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી નેહા કુમારીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લીડ બેંક મેનેજર શ્રી મિનેશ પટેલ, નાબાર્ડ જિલ્લા વિકાસ મેનેજરશ્રી વિવેક ખાનોલકર ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં ઉપલબ્ધ પોષણક્ષમ સંભવિતતાઓને આધારે ડેટા મેળવીને આ સમગ્ર યોજના તૈયાર કરવામાં આવી છે. જે યોજના  જિલ્લાના વિકાસમાં મહત્વપુર્ણ ભાગ ભજવશે તેવો આશાવાદ સેવવામાં આવ્યો છે.  વર્ષ ૨૦૨૦-૨૧ માટે આ સંભવિત લિંક્ડ ક્રેડિટ યોજના (પી.એલ.પી) તૈયાર કિરવામાં આવી છે. આવતા નાણાકીય વર્ષ માટે કુલ રૂા.૧૦૨૯૮૮.૭૫ લાખનો ધિરાણ પ્રવાહ અંદાજવામાં આવ્યો છે. પાક લોન માટે રૂા.૪૯૫૦૦.૦૬ લાખ (૪૮.૦૬ ટકા) નો મોટો હિસ્સો ફાળવવામાં આવ્યો છે. જ્યારે એગ્રી-ટર્મ લોન માટે રૂા.૩૧૩૬૪.૬૯ લાખ રૂપિયાની રકમ રાખવામાં આવી છે.

એએચ અને ફિશરી સેક્ટર માટે વર્કિંગ કેપિટલ માટે રૂા.૮૬૯૮.૬૯ લાખની જોગવાઈ કરવામાં આવી છે. એમએસએમઇ માટે રૂા.૪૬૮૦ લાખ (૪.૫૪ ટકા) ની ફાળવણીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય અગ્રતા ક્ષેત્રો માટે રૂા.૮૭૪૫.૧૦ લાખની સિલક અંદાજવામાં આવી છે. પી.એલ.પી.ના આધારે વર્ષ ૨૦૨૦-૨૧  શિક્ષણ, આવાસ, પુનઃપ્રાપ્ય ઉર્જા, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માટે મહીસાગર જિલ્લાની વાર્ષિક ક્રેડિટ યોજનાને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર અંતિમ સ્વરૂપ આપશે.

નાબાર્ડે મહીસાગર પીએલપીની તૈયારીઓમાં મુલ્યવાન ઈનપુટ્સ પુરા પાડવા બદલ જિલ્લા વહીવટી તંત્ર, બેન્કરો, એલડીએમ અને વિવિધ વિકાસ ભાગીદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.