નાયબ મુખ્યમંત્રીએ 500 શ્રમિકોને વતન પહોચાડવા માટે બસોની વ્યવસ્થા કરી આપી

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કહેરનો સામનો કરવા માટે સજ્જ પોલિસ, ડોકટરો અને નર્સોની સરાહનીય કામગીરી વચ્ચે નેતાઓ પણ મદદ માટે આવી રહ્યા છે. ગુજરાતમાં લોકડાઉન થતાં જ લોકો ચાલતાં પોતાના વતન તરફ આગળ વધી રહ્યા હતા. તે સમયે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમની મદદે આવ્યા હતા.
અમદાવાદથી રાજસ્થાન ચાલતા જતા 700 જેટલા શ્રમિકોને જોઈ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે તરત જ માન. ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા તથા ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી તેમની સાથે જરૂરી પરામર્શ કરીને શ્રમિકોને જમવાની તેમજ વતન પહોચાડવા માટે બસોની વ્યવસ્થા કરી આપી હતી.