નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલનો આજે જન્મ દિવસ
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતના લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલનો આજે ૬પમાં જન્મ દિવસે તેમના શુભેચ્છાકો રાજકીય આગેવાનો ધ્વારા સવારથી જ શુભેચ્છાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રી મંડળના સભ્યો તેમને શુભેચ્છા પાઠવી હતી.
બીજી તરફ નીતીન પટેલના જન્મદિને તેમના મત વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીમાં સરદારયુવક મંડળ કડી ધ્વારા ૧૧૧૧ રક્ત યુનિટ એકત્રિત કરાશે અને તેના માટે રક્તદાન સપ્તાહનું આયોજન કરાયુ છે. હાલમાં નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર નીતિન પટેલ સફળતાપૂર્વક સંભાળી રહયા છે તે ઉપરાંત રાજયના નાણાં, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિભાગના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી પણ તેઓ સંભાળે છે.