નાયી-વાળંદ સમાજ ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો

(તસ્વીર ઃ આશિષ વાળંદ, મેઘરજ) ગુજરાતના અમદાવાદના નવરંગપુરા ખાતે સંકેત કોમ્યુનિકેશન અને સંકલ્પ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટી માં નાયી વાળંદ સમાજ ના નવનિયુક્ત હોદ્દેદારો નો વિશેષ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં નાયી-વાળંદ સમાજના સન્માનિક હોદ્દેદારોનુ ફુલહાર અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યુ હતુ .
ભારતીય જનતા પાર્ટી માં નાયી વાળંદ સમાજ ના નવનિયુક્ત હોદ્દેદારો શૈલેષભાઈ નાઈ (પ્રદેશ મંત્રી, યુવા મોરચો ભાજપ, ગુજરાત પ્રદેશ),મહેન્દ્ર ભાઈ બાવળીયા (પ્રદેશ ઉપ પ્રમુખ, બક્ષીપંચ મોરચો ભાજપ, ગુજરાત પ્રદેશ)ચંદ્રીકાબેન લિમ્બાચીયા(પ્રદેશ ઉપ પ્રમુખ, મહિલા મોરચો ભાજપ, ગુજરાત પ્રદેશ)નાયી વાળંદ સમાજ ના આ ત્રણેય મહાનુભાવો નું સાથે સાથે લિમ્બચ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ તરફથી ફુલહાર તથા મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે લિમ્બચ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નાયી વાળંદ સમાજ નાં જ્ઞાતિ બંધુઓ વતી ગુજરાત વાળંદ સમાજ ના આર્થિક વિકાસ માટે ગુજરાત રાજ્ય માં કેશ કલા નિગમ ની રચના કરવામાં એ એવી રજુઆત લિમ્બચ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ તરફથી લેખીતમાં ત્રણેય મહાનુભાવો સમક્ષ સંસ્થા ના પ્રમુખ કલ્પેશભાઈ કે નાયી ઉંઝા તથા તમામ હોદ્દેદારો ની હાજરી માં કરવામાં આવી
જેઓ ભારતીય જનતા પાર્ટી માં તથા ગુજરાત સરકાર માં આની ધારદાર રજુઆત કરી ને વહેલી તકે કેશ-કલા નિગમની નવીન રચના કરવામાં એવે તેવુ આયોજન કરવામાં આવે એવી રજૂઆત કરી.
સમગ્ર ગુજરાત રાજ્યમાં નાયી વાળંદ સમાજ ના એકત્રિતકરણ તથા સંગઠન નાં આજ સુધી નાં કાર્યો ને સમાજ સમક્ષ આ પ્રસંગે ગુજરાત વાળંદ સેવા સંઘ ના ઉપ પ્રમુખ શ્રી કાળીદાસ ભાઈ પારેખ એ પોતાના વ્યક્તિગત સંબંધો આવરી લેવામાં આવ્યા તથા મહેન્દ્ર ભાઈ બાવળીયા એ પણ સંગઠન ની ભારો ભાર પ્રસંશા કરી એ બદલ દરેક મહાનુભાવો નો લિમ્બચ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ તરફથી ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો.
આજના આ સમયે લિમ્બચ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ તરફથી પ્રમુખ કલ્પેશભાઈ કે નાયી ઉંઝા, મહામંત્રી પ્રવિણકુમાર કાન્તિલાલ નાયી ટીટોદણ-અમદાવાદ,ખજાનચી શૈલેષભાઈ લિમ્બાચીયા અમદાવાદ, પ્રવિણભાઈ લિમ્બાચીયા ઓએનજીસી,ઉપ પ્રમુખ બલવંત ભાઈ નાઈ હિંમતનગર, વિજયભાઈ પારેખ અમદાવાદ, હિમાંશુ ભાઈ પારેખ અમદાવાદ, પ્રવિણભાઈ જી. લિમ્બાચીયા શૈલેષભાઈ નાયી દિયોદર પ્રમુખ, પ્રવિણભાઈ નાયી
સાબરકાંઠા મંત્રીશ્રી,ગુજરાત વાળંદ સેવા સંઘ ના પ્રમુખ ગોપાલભાઈ શર્મા,ઉપ પ્રમુખ કાળીદાસ ભાઈ પારેખ, ટ્રસ્ટી મુકેશભાઈ નાયી, સુરેન્દ્રનગર થી સમાજ અગ્રણી હરગોવિંદભાઈ સબારા, ટ્રસ્ટી મયુરભાઈ લિમ્બાચીયા, ટ્રસ્ટી બાલુભાઈ નાયી, વિજયભાઈ નાયી હિંમતનગર તેમજ જ્ઞાતીબંધુઓ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.*